
રિલીઝ પહેલાં જ ‘ઈથા’એ રચ્યો નવો રેકોર્ડ.શ્રદ્ધા કપૂરની ‘ઈથા’ના ગીતે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન.‘જી જી રે જી’ ગીતના હૂક સ્ટેપ પર સેંકડો મહિલાઓએ એકસાથે લાવણી રજૂ કરી રચ્યો અનોખો રેકોર્ડ.રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈીંરટ્ઠ’નો મોટો ધમાકો! એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન, વાંચો વિગતે . બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ઈથા રિલીઝ થાય તે પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મે પડદા પર આવતાં પહેલાં જ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. ફિલ્મના પ્રથમ ગીત જી જી રે જીના હૂક સ્ટેપ પર સેંકડો મહિલાઓએ એકસાથે લાવણી નૃત્ય કરીને એવો રેકોર્ડ બનાવ્યો કે તેનું નામ સીધું એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ ગયું.બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈથા’ રિલીઝ થાય તે પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મે પડદા પર આવતાં પહેલાં જ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. ફિલ્મના પ્રથમ ગીત ‘જી જી રે જી’ના હૂક સ્ટેપ પર સેંકડો મહિલાઓએ એકસાથે લાવણી નૃત્ય કરીને એવો રેકોર્ડ બનાવ્યો કે તેનું નામ સીધું ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં નોંધાઈ ગયું. હવે સવાલ એ છે કે આ રેકોર્ડ પાછળ ખાસ શું છે?શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’ના પ્રમોશન દરમિયાન એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓના વિશાળ સમૂહે ફિલ્મના ગીત ‘જી જી રે જી’ના હૂક સ્ટેપને લાવણીની પરંપરાગત શૈલીમાં એકસાથે રજૂ કર્યાે હતો.લગભગ ૧ મિનિટ સુધી ચાલેલા આ નૃત્યમાં મહિલાઓએ શાનદાર તાલમેલ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આઅનોખી રજૂઆતને કારણે ફિલ્મના ગીતનું નામ ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સામેલ કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં શ્રદ્ધા કપૂરનો પરંપરાગત અંદાજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અભિનેત્રીએ ઘેરા લીલા રંગની ૯ ગજની નવવારી સાડી પહેરી હતી. સાથે પરંપરાગત ઘરેણાં અને કોલ્હાપુરી ચંપલમાં તેનો લુક ખાસ જાેવા જેવો હતો.શ્રદ્ધાએ માત્ર મહિલાઓ સાથે તસવીરો જ પડાવી નહોતી, પરંતુ મંચ પર પોતાના ગીતનું હૂક સ્ટેપ પણ રજૂ કર્યું હતું. તેના લાવણી અંદાજે કાર્યક્રમમાં હાજર લોકોનો ઉત્સાહ વધારી દીધો હતો.આ પ્રસંગે ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’નાઅધિકારીઓએ શ્રદ્ધા કપૂર, દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર અને ફિલ્મની ટીમને પ્રમાણપત્રો તથા સુવર્ણ ચંદ્રકો આપીને સન્માનિત કર્યા હતા.‘ઈથા’ના ગીત ‘જી જી રે જી’ માટે શ્રદ્ધા કપૂરે કેટલી મહેનત કરી છે તેનો ખુલાસો પણ દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર કરી ચૂક્યા છે.અહેવાલો અનુસાર, ગીતના રિહર્સલ દરમિયાન શ્રદ્ધાએ દરેક પગમાં ૪ કિલોગ્રામ વજનનાં ઘૂંઘરુ બાંધ્યાં હતાં. સતત અભ્યાસ અને ભારે ઘૂંઘરુના કારણે તેના પગમાં સોજાે આવી ગયો હતો અને સ્નાયુમાં ઈજા પણ થઈ હતી. આ મુશ્કેલીને કારણે અભિનેત્રીને લગભગ ૧ મહિના સુધી આરામ કરવો પડયો હતો.ગીતની કોરિયોગ્રાફી જાણીતી કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે કરી છે. શ્રદ્ધાની આ મહેનત હવે ગીતની ચર્ચા સાથે ફિલ્મના પ્રમોશનને પણ નવી ઊંચાઈ આપી રહી છે.લક્ષ્મણ ઉતેકરના ર્નિદેશનમાં બનેલી ‘ઈથા’ મહારાષ્ટ્રની જાણીતી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરના જીવનથી પ્રેરિત છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર વિઠાબાઈની ભૂમિકામાં જાેવા મળશે.ફિલ્મમાં શ્રદ્ધા ઉપરાંત રણદીપ હુડ્ડા, સિદ્ધાર્થ જાધવ અને ઝીશાન અય્યુબ જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે.ફિલ્મનું પ્રથમ ગીત ‘જી જી રે જી’ ૧૭ નવેમ્બરે રિલીઝ થયું હતું અને તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.




