
‘ઈઠા’ના નામ સામે વિરોધ શ્રદ્ધાની ‘ઈઠા’ અને અજયની ‘ચૌહાણ’ બંને રિલીઝ પહેલાં જ વિવાદમાં ફિલ્મ ‘ઈઠા’ મહારાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ લાવણી અને તમાશા સમ્રાજ્ઞી વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત બાયોપિક છે બોલિવૂડની બે બહુચર્ચિત ફિલ્મો શ્રદ્ધા કપૂરની’ઈઠા’ અને અજય દેવગનની ‘ચૌહાણ’ રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. એક તરફ શ્રદ્ધાની ‘ઈઠા’નાં નામને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને લોકપ્રિય લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના પરિવારે વિરોધ નોંધાવ્યો છે, તો બીજી તરફ અજય દેવગનની આગામી ફિલ્મ ‘ચૌહાણ’ સામે ક્ષત્રિય પરિષદે રાજપૂત ઇતિહાસ અને ઓળખનાં કથિત દુરુપયોગનો આરોપ લગાવી કડક વાંધો વ્યક્ત કર્યાે છે. બંને વિવાદોએ ફરી એકવાર ફિલ્મોનાં નામ, ઐતિહાસિક પાત્રો અને સાંસ્કૃતિક વારસાના સંવેદનશીલ મુદ્દાઓને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈઠા’ મહારાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ લાવણી અને તમાશા સમ્રાજ્ઞી વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત બાયોપિક છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ શ્રદ્ધાના અભિનય અને લૂકની પ્રશંસા થઈ હતી, પરંતુ ફિલ્મનાં નામને લઈને વિવાદ ઊભો થયો છે.આ અંગેના અહેવાલ અનુસાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં ફિલ્મ અને સાંસ્કૃતિક વિભાગે ફિલ્મનાં નામ સામે વાંધો ઉઠાવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે જ્યારે ફિલ્મ સંપૂર્ણપણે વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત છે, ત્યારે તેનું નામ પણ ‘વિઠાબાઈ’ અથવા ‘વિઠા’ રાખવું જાેઈએ. એનસીપીનાં ફિલ્મ અને સાંસ્કૃતિક વિભાગના મહારાષ્ટ્ર પ્રમુખ બાબાસાહેબ પાટીલે જણાવ્યું કે વિઠાબાઈએ મહારાષ્ટ્રની લાવણી અને તમાશા કળાને વિશ્વસ્તરે ઓળખ અપાવી હતી, તેથી તેમનાં નામને યોગ્ય સન્માન મળવું જાેઈએ. એનસીપી બાદ વિઠાબાઈ નારાયણગાંવકરના પરિવારજનોએ પણ ફિલ્મનું નામ બદલવાની માંગ કરી છે. તેમનાં પુત્રો કૈલાશ અને રાજેશ નારાયણગાંવકર તેમજ પૌત્ર મોહિત નારાયણગાંવકરે નિર્માતાઓને અપીલ કરી છે કે ફિલ્મને વિઠાબાઈના નામથી જ રજૂ કરવામાં આવે.પરિવારનું માનવું છે કે ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ આવનારી પેઢીને વિઠાબાઈના અસાધારણ યોગદાનથી પરિચિત કરાવવાનું માધ્યમ પણ છે. જાે ફિલ્મ તેમના નામથી રજૂ થશે તો તેમની ઓળખ વધુ મજબૂત બનશે.ફિલ્મનાં ટીઝરમાં શ્રદ્ધા કપૂર ગર્ભવતી લાવણી કલાકારનાં પાત્રમાં જાેવા મળે છે. પ્રસૂતિની પીડા વચ્ચે પણ તે મંચ પર પરફોર્મ કરવાનું છોડતાં નથી. જીવનાં જાેખમે પણ કળા પ્રત્યેની નિષ્ઠા દર્શાવતો આ દૃશ્ય દર્શકોને ભાવુક બનાવી રહ્યો છે. શ્રદ્ધાનો આ લૂક અને અભિનય અત્યારથી જ ચર્ચામાં છે. જાેકે, ફિલ્મના દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકર અને નિર્માતા મેડોક ફિલ્મ્સે હજુ સુધી વિવાદ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.બીજી તરફ અજય દેવગન અભિનીત ‘ચૌહાણ’ પણ વિવાદમાં આવી ગઈ છે. નીરજ યાદવના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મની જાહેરાત અજય દેવગનના પિતા અને પ્રખ્યાત એક્શન ડિરેક્ટર વીરુ દેવગનની જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવી હતી.ટીઝરમાં સંભળાતો સંવાદ “પઠાણોં સે કહના, ચૌહાણ આ રહા હૈ” સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ક્ષત્રિય પરિષદે આ સંવાદ અને ફિલ્મના શીર્ષક સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે.ક્ષત્રિય પરિષદે પોતાનાં નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં ચૌહાણ રાજપૂત વંશના ઐતિહાસિક વારસાનો ઉપયોગ સમકાલીન રાજકીય અને સાંપ્રદાયિક મુદ્દાઓ સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



