એક રિપોર્ટ અનુસાર મોત બાદ પણ કમાણી કરી રહેલા આર્ટિસ્ટ અને સેલિબ્રિટીઝની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ઘણા કલાકારોના નામ શામેલ છે. તેમાં માઈકલ જેક્સન અને એલ્વિસ પ્રેસ્લી સહિત 13 સેલિબ્રિટી છે.
ચોંકાવનારી વાત એ પણ છે કે દુનિયા છોડી ચુકેલા આ દિવંગત કલાકાક ઘણા જીવિત આર્ટિસ્ટ કરતા પણ વધારે કમાણી કરે છે. આ 13 સેલિબ્રિટીઝની કુલ કમાણી 39 અરબથી પણ વધારે આંકવામાં આવી છે.
ગયા વર્ષ કરતા કમાણી ઓછી
જોવા જેવી વાત તો એ છે કે આ વર્ષે આ કલાકારોની કમાણી ગયા વર્ષની તુલનામાં ઓછી છે. આ લિસ્ટમાં 2 મહિલા આર્ટિસ્ટ પણ છે. તેમાં દિવંગત એક્ટ્રેસ મેરિલિન મુનરોએ લાઈસેંસિંગ અને મર્ચેન્ડાઈઝિંગથી આ વર્ષે 83 કરોડની કમાણી કરી. ત્યાં જ અમેરિકી સિંગર અને એક્ટ્રેસ વ્હિટની હ્યૂસ્ટનની કમાણી 2.4 અરબ રહી.
અર્નોલ્ડ પામર
અમેરિકી ગોલ્ફર અર્નોલ્ડ પામર પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમની કમાણી તેમના નામ પર વેચાતા શર્બતથી થઈ હતી અને રોયલ્ટી માટે પામરને 83 કરોડ કમાયા. આ લિસ્ટમાં કોમિક્સ સીરિઝ ‘પીનટ્સ’ બનાવનાર ચાર્લ્સ શુલ્ત્સ છે. પીનટ્સ એપલ ટીવી પર બતાવવામાં આવે છે અને આઈવોચ પર પીનટ્સના ચહેરા આવે છે. આ વર્ષે તેમની 2.4 અબજની કમાણી થઈ.
થિયોડોર સૂસ
અમેરિકી લેખક અને કાર્ટૂનિસ્ટ થિયોડોર સૂસ ગીઝલે 3.32 અબજ કમાણી કરી. તેમની મોટાભાગની કમાણી પુસ્તકોથી થઈ. તેના ઉપરાંત જોર્જ હેરિસન, જોન લેનન, બિંગ ક્રોસ્બી, બોબ મોર્લે, પ્રિંસ અને રે મેનજારેકના નામ છે.
એલ્વિસ પ્રેસ્લી
લિસ્ટમાં બીજા નંબર પર રહ્યા ફેમસ સિંગર એલ્વિસ પ્રેસ્લી છે. જેમણે આ વર્ષે 8.3 અરબની કમાણી કરી. ત્યાં જ પહેલા નંબર પર કિંગ ઓફ પોપના નામથી ફેમસ માઈબલ જેક્સન છે તેમણે આ વર્ષે 9.5 અબજની કમાણી કરી.
જણાવી દઈએ કે આ સ્ટાર્સને આ રકમ રોયલ્ટી ઈનકમ પર મળી છે. તેમના પ્રોડક્ટ્સના વિચાણ પર અમુક રકમ રોયલ્ટીના નામ પર દિવંગત સ્ટાર્સના પરિવારને આપવામાં આવે છે.