મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડકપ 2023ની મેચ એક નામ માટે જાણીતી બની છે. એક એવી ઇનિગ્સ જે હંમેશા આપણે ક્રિકેટ ફેન્સના દિલમાં રહેશે. આ ઇનિંગ્સ ગ્લેન મેક્સવેલની છે. મેક્સવેલે ઓસ્ટ્રેલિયાને હારેલી મેચ જીતાડી દીધી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 201* રનની ઇનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું હતું.
મેક્સવેલની આ ઇનિંગ્સની ચારે તરફ ચર્ચા થઇ રહી છે.માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યુ, “જાદરાનની ઇનિંગ્સ અફઘાનિસ્તાનને સારી સ્થિતિમાં લાવ્યું. અફઘાનિસ્તાને બીજી ઇનિંગ્સની સારી શરૂઆત કરી અને 70 ઓવર સુધી સારી ક્રિકેટ રમી પરંતુ અંતમાં અંતિમ 25 ઓવરમાં મેક્સવેલની ઇનિંગ્સ તેમનું ભાગ્ય બદલવા માટે ઘણી હતી. મેક્સ પ્રેશરથી લઇને મેક્સ પરફોર્મન્સ. આ વન ડે ક્રિકેટની અત્યાર સુધીની બેસ્ટ ઇનિંગ્સ છે જે મે પોતાના જીવનમાં જોઇ છે.”
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે લખ્યુ, “મને આ ઇનિંગ્સનો આભાસ હતો. રન ચેઝમાં 200 રનની ઇનિંગ્સ વન ડે ક્રિકેટમાં ઓલ ટાઇમ ગ્રેટમાંથી એક છે. પેટ કમિન્સનો સારો સપોર્ટ. આવી ઇનિંગ્સ જે લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે.”
ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વોર્ને લખ્યુ, “વન ડેની સૌથી સારી ઇનિંગ્સ. તમે તેને ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ પણ કહી શકો છો.”
વીવીએસ લક્ષ્મણે મેક્સવેલ શો પર લખ્યુ, “આ અત્યાર સુધીની સૌથી મહાન ઇનિંગ્સમાંથી એક છે. નેવર ગિવ અપ. આ ઘણુ અવિશ્વસનીય હતું.”
ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ લખ્યુ, “ઇતિહાસમાં મેક્સવેલનું નામ હવે નિશ્ચિત થઇ ગયુ છે. આ વ્હાઇટ બોલથી રમવામાં આવેલી સૌથી મોટી ઇનિંગ્સ હોવી જોઇએ.”