
એક બાજુ ભારતીય ટીમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. જેના પગલે અત્યાર સુધી એકપણ મેચમાં પરાજય થયો નથી. પરિણામે પોઈન્ટટેબલમાં ટોપ સાથે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ટીમ જસપ્રીત બુમરાહ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઝડપી બોલર બુમરાહ ઓક્ટોબર માટે ICC પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનીમાં સામેલ થયો છે.
જસપ્રીત બુમરાહ થયો નોમિનેટ
ICCએ ઓક્ટોબર માટે પ્લેયર ઓફ ધ મંથ માટે ત્રણ ખેલાડીઓના નામ નોમિનેટ થયો છે. ભારતીય ટીમ માટે ODI World Cup 2023માં ઘાતક બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહને પણ આ લીસ્ટમાંમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહ ઉપરાંત ન્યૂઝીલેન્ડ માટે ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારનાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અને સાઉથ આફ્રિકા માટે ODI World Cup 2023માં 4 સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને પણ આ લીસ્ટમાં સ્થાન મળ્યું છે.
ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારત માટે ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર છે. તેણે 8 મેચમાં 15 વિકેટ ઝડપી છે. આ મામલે મોહમ્મદ શમી પહેલા નંબરે છે. શમીએ 4 મેચમાં 15 વિકેટ ઝડપી છે. શમીએ 2 વખત 5 વિકેટ જયારે એક વખત 4 વિકેટ ઝડપી છે. ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની લીસ્ટમાં શમી ચોથા જયારે બુમરાહ છટ્ઠા સ્થાને છે.
