
વીડિયો શૅર કરીને સેલેબ્સે જણાવી ટિપ્સ સારા તેંડુલકરની ગ્લોઈંગ સ્કિનનું રાઝ ખૂલ્યુ સ્મૂધીમાં લગભગ ૩૫ ગ્રામ પ્રોટીન હોય છે અને માચાનો સમાવેશ તેને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ બનાવે છે સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પોતાના ગ્લેમરસ લૂકને લઈને સતત ચર્ચામાં રહે છે. એક ચોક્કસ સમય બાદ એની બ્યૂટી પાછળનું સિક્રેટ શું છે એ સામે આવ્યું છે. આ જાણવા માટે ઘણા સમયથી ફેન્સ પણ એક્સાઈટેડ હતા. કેટલાક યુઝરે તો એને ડાયરેક્ટ સવાલ કરી લીધો હતો કે, બ્યૂટી ટીપ્સ શૅર કરશો? હવે તેણે એક વીડિયો શૅર કરીને જણાવ્યું હતું કે, આખરે તેની આટલી સુંદરતા પાછળનું રહસ્ય શું છે?વીડિયો શૅર કરતા સારાએ જણાવ્યું હતું કે, તે દૈનિક ધોરણે ગ્રીન સ્મૂધી પીવે છે, જેમાં કુલ ૩૫ ગ્રામ પ્રોટીન હોય છે. પોતાની ફિટનેસ અને ગ્લો સ્કિનના કારણે તે ફરીવાર ચર્ચામાં આવી છે. સારાએ બોલિવૂડમાં ભલે એન્ટ્રી ન કરી હોય પણ તે રીયલમાં કોઈ એક્ટ્રેસથી કમ નથી.ખાસવાત એ છે કે, સ્મૂધી માત્ર કોઈ રીળેશમેન્ટ ડ્રિંક નથી, માત્ર સ્વાદ માટે પીવામાં આવતી નથી પણ એમાં પ્રોટીનનું પણ પ્રમાણ હોય છે. સારાના જણાવ્યા અનુસાર ઈલાસ્ટિસિટીને સપોર્ટ કરવા માટે એની ફિટનેસને પણ બુસ્ટ કરવા આ પીણું ફાયદેમંદ છે. હેલ્ધી ડ્રિંક બનાવવા માટે ૧-૨ ખજૂર, ૧ સ્કૂપ વનીલા પ્રોટીન ૧ કપ અનસ્વીટેન્ડ આલમંડ મિલ્ક, ૧ સ્કૂપ કોલેજન પેપ્ટાઇડ્સ, ૧ ચમચ માચા નામ, ૧-૨ ચમચ અનસ્વીટેન્ડ આલ્મન્ડ બટર નામ, ક્યુબ્સનો સમાવેશ થાય છે. સારાના મતે, આ માચા સ્મૂધી ત્વચાની સ્થિતિસ્થાપકતા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ તેને ફિટનેસ ડાયટ માટે ઉત્તમ પસંદગી બનાવે છે. આ સ્મૂધીમાં લગભગ ૩૫ ગ્રામ પ્રોટીન હોય છે અને માચાનો સમાવેશ તેને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ બનાવે છે. માચા એ લીલી ચાના પાંદડામાંથી બનેલો બારીક પાવડર છે. તેનો રંગ ઘેરો લીલો અને સ્વાદ નિયમિત લીલી ચા કરતા ઘણો અલગ છે. માચા હાલમાં આરોગ્ય અને ફિટનેસ ઉત્સાહીઓમાં લોકપ્રિયતા મેળવી રહ્યો છે,જાેકે કોઈ સેલિબ્રિટીનો આહાર સીધો અપનાવતા પહેલા, તમારી પોતાની જરૂરિયાતો અને શારીરિક સ્થિતિ ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે. પ્રોટીન પાવડર અથવા કોલેજન સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડાયેટિશિયન અથવા ડૉક્ટરની સલાહ લેવી ખાસ કરીને મહત્વપૂર્ણ છે.આ બાબતે ડાયરેક્ટ કોઈ સેબેલ્સ કે જાણીતી હસ્તીના ડાયેટ ફોલો કરવાનું ઉતાવળ સાબિત થઈ શકે છે.




