
મિર્જાપુરથી એંગ્રી યંગ મેનની ઈમેજ બંધાયા પછી દિવ્યંદુ હવે લવર બોયની ભૂમિકા ઈચ્છે છે.નેટફ્લિક્સ પર દિવ્યંદુ અને પુલકિત સમ્રાટની સીરીઝ ‘ગ્લોરી’ રિલીઝ થઇ ચુકી છે. અભિનેતા દિવ્યંદુએ સ્પષ્ટતા કરી કે મિર્જાપુર પછી તેમની એંગ્રી યંગમેનની ઈમેજ બંધાઈ ગઈ હતી. પરિણામ એ આવ્યું કે તેમને એવી ભૂમિકાની ઓફર્સ જ મળવા લાગી. હવે તેઓ આ ઈમેજથી મુક્ત થઈને અલગ ભૂમિકા અદા કરવા માંગે છે. તેઓ હવે એક લવર બોયની ભૂમિકા અદા કરવા માંગે છે. દિવ્યંદુએ એક મુલાકાતમાં કહ્યું કે હવે તે સ્ક્રિન પર એક પ્રેમાળ, ખુશમિજાજ યુવકની ભૂમિકા અદા કરવા માંગે છે. તેણે કહ્યું કે, “હું એક રોમેન્ટિક કોમેડીમાંકામ કરવા માંગુ છું. પરંતુ
કોઈક ઘસાઈ ગયેલી રોમેન્ટિક કોમેડી નહી, પરંતુ ‘૫૦ ફર્સ્ટ ડેટ્સ’ જેવી જરા અલગ પ્રકારની કોમેડી ફિલ્મમાં કામ કરવા માંગુ છું.’ આ પ્રસંગે પુલકિત સમ્રાટ પણ હાજર હતા. પુલકિતે દિવ્યંદુએ કહેલી વાતની મજાક કરતાં કહ્યું કે,’ તારી પાસે જે સ્ક્રીપ્ટ આવી રહી છે તે મારી પાસે મોકલી દે. મારી પાસે જે સ્ક્રીપ્ટ આવી રહી છે તે તારી પાસે મોકલી દઉં છું. આટલું જ કરી શકાય તેમ છે.” તે પછી બંને અભિનેતા હસી પડયા હતા.



