
‘હવે મને વિદાય આપો’ અમાલ મલિકે ફિલ્મી સંગીતમાંથી લીધો બ્રેક સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને અમાલે પોતાના ફેન્સને આ ર્નિણયની જાણકારી આપી બોલિવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક અમાલ મલિકે ફિલ્મી સંગીતની દુનિયામાંથી થોડા સમય માટે દૂર થવાનો ર્નિણય લીધો છે. સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને અમાલે પોતાના ફેન્સને આ ર્નિણયની જાણકારી આપી છે.અમાલ મલિકે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે તેઓ હાલ ઠીક છે, પરંતુ હવે તેઓ પોતાના માટે અને પોતાની માનસિક શાંતિ માટે જરૂરી ર્નિણય લેવા માગે છે.તેમણે લખ્યું કે, “હું બિલકુલ ઠીક છું અને આ વખતે હું મારા માટે જે સૌથી સારું હશે, તે કરવા માટે કોઈ કસર નહીં છોડું. હવે હું એ જ કરીશ જે મારા દિલ માટે જરૂરી છે અને મારી તબિયત માટે યોગ્ય છે.”અમાલની આ પોસ્ટ બાદ તેમના ફેન્સમાં ચિંતા જાેવા મળી હતી. જાેકે, અમાલે પોતાની સ્થિતિ અંગે વધારે વિગતો આપ્યા વિના ફેન્સને તેમની પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી છે.તેમણે ભાવુક અંદાજમાં કહ્યું, “હવે મને વિદાય આપો”, અને ફેન્સને તેમને પરેશાન ન કરવાની વિનંતી કરી.અમાલ મલિકે બોલિવૂડમાં અનેક લોકપ્રિય ગીતોને પોતાનો અવાજ અને સંગીત આપ્યું છે. ‘કૌન તુઝે’, ‘ચલો તુમકો લઈને ચલે’, ‘બોલ દો ના જરા’ અને ‘સોચ ના શકે’ જેવા ગીતોએ તેમને યુવા સંગીતપ્રેમીઓમાં ખાસ ઓળખ અપાવી છે.હવે અમાલનો આ બ્રેક કેટલો લાંબો રહેશે અને તેઓ ફરી ક્યારે ફિલ્મી સંગીતમાં પરત ફરશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.પરંતુ તેમની પોસ્ટનો સંદેશ સ્પષ્ટ છે—હાલ અમાલ મલિક પોતાની જાત, પોતાના દિલ અને પોતાની શાંતિને પ્રાથમિકતા આપવા માગે છે.




