
ફિલ્મ ૩૧ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે હાઇ-વોલ્ટેજ કોર્ટરૂમ ડ્રામા સાથે આવી રહી છે ‘ધ તાજ સ્ટોરી ’આ ફિલ્મમાં હાઇ-વોલ્ટેજ કોર્ટરૂમ ડ્રામા દર્શાવવામાં આવશે. જ્યારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે લોકોએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા પરેશ રાવલની આગામી ફિલ્મ, ધ તાજ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ થવાની સાથે જ પરેશ રાવલની ફિલ્મની ચર્ચા પણ વધુ તીવ્ર બની ગઈ છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ હાલમાં તેમની આગામી ફિલ્મ, ધ તાજ સ્ટોરી માટે સમાચારમાં છે. ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં પરેશ રાવલ તાજમહેલના ડીએનએ અને તેના ૨૨ રૂમના રહસ્ય વિશે ચર્ચા કરતા જાેવા મળે છે. ધ તાજ સ્ટોરી આ મહિને રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે એક નવો વિવાદ શરૂ થવાનો છે. પરેશ રાવલની ધ તાજ સ્ટોરી ૩૧ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. પરેશ રાવલ ઉપરાંત, આ ફિલ્મમાં ઝાકિર હુસૈન, શ્રીકાંત વર્મા, બ્રિજેન્દ્ર કાલા, શિશિર શર્મા, અખિલેન્દ્ર મિશ્રા, નમિત દાસ અને કર્મવીર ચૌધરી જેવા કલાકારો છે. ધ તાજ સ્ટોરી ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મમાં, પરેશ રાવલ માર્ગદર્શક વિષ્ણુ દાસનું પાત્ર ભજવે છે. પરેશ રાવલનું પાત્ર તાજમહેલ સામે કેસ દાખલ કરે છે. ટ્રેલરમાં, પરેશ રાવલ તાજમહેલને મકબરો હોવા અંગે પ્રશ્નો ઉઠાવતા જાેવા મળે છે. પરેશ રાવલ પૂછે છે, “શું તમે ક્યારેય દુનિયામાં ગુંબજવાળો મકબરો જાેયો છે? શું ગુંબજ પર કળશ છે? શું તાજમહેલ પર ડીએનએ ટેસ્ટ કરાવવો જાેઈએ?” આ ટ્રેલરમાં પરેશ રાવલ પૂછે છે, “તાજમહેલના ભોંયરામાં ૨૨ રૂમમાં શું હતું જે રાતોરાત દિવાલોમાં જડાઈ ગયું હતું?”આ ફિલ્મમાં હાઇ-વોલ્ટેજ કોર્ટરૂમ ડ્રામા દર્શાવવામાં આવશે. જ્યારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે લોકોએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા. હવે, ટ્રેલર રિલીઝ થયા પછી, કેટલાક તેની પ્રશંસા કરી રહ્યા છે. તે જ સમયે, અન્ય લોકો માને છે કે આ ફિલ્મ વિવાદને જન્મ આપશે. ધ તાજ સ્ટોરીનું ર્નિદેશન તુષાર અમરીશ ગોયલ દ્વારા કરવામાં આવ્યું છે.
