
હોલિવૂડ રિમેક બનવાની હોય તેવી પહેલી તમિલ ફિલ્મ વિજય સેતુપતિની મહારાજા ફિલ્મની હોલિવૂડમાં રિમેક બનશે મહારાજાની હોલિવૂડમાં બનનારી રીમેકમાં મેથ્યુ મેકકોનોઘી મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અટકળો થઇ રહી છે જુન ૨૦૨૪માં રજૂ થયેલી વિજય સેતુપતિ અને અનુરાગ કશ્યપની તમિલ ફિલ્મ ‘મહારાજા’ પરથી હોલિવૂડનો એક મોટો સ્ટુડિયો રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યો હોવાનું નિર્માતાએ જણાવ્યું હતું. આ પ્રથમ એવી તમિલ ફિલ્મ છે જેના પરથી હોલિવૂડમાં રિમેક બની રહી છે. તમિલમાં આ ફિલ્મનું ર્નિદેશન નિથિલન સામીનાથને કર્યું છે.મહારાજાની હોલિવૂડમાં બનનારી રીમેકમાં મેથ્યુ મેકકોનોઘી મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અટકળો થઇ રહી છે. જાે કે નિર્માતા સુધન સુંદરમે જણાવ્યું હતું કે ચીનમાં આ ફિલ્મને ૯૧ કરોડ રૂપિયાની કમાણી થઇ એ પછી તેની ઇન્ટરનેશનલ રિમેકમાં લોકોને રસ પડયો છે. એક એજન્સીએ રિમેક રાઇટ મેળવવા માટે નિર્માતાનો સંપર્ક કર્યાે હતો. આ એજન્સીએ મેથ્યુ મેકકોનોઘીને મુખ્ય ભૂમિકા માટે સંપર્ક કર્યાે હોઇ શકે છે.આ તો એજન્સી જ કહી શકે કે તે મુખ્ય ભૂમિકા ભજવવાનો છે કે કેમ. નિર્માતાના જણાવ્યા અનુસાર આ ફિલ્મની રિમેકનું શૂટિંગ આવતાં વર્ષથી શરૂ કરવામાં આવશે. દરમ્યાન દુનિયાભરમાંથી લગભગ ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મ હિન્દીમાં બનાવવાના રાઇટ્સ આમિર ખાને મેળવી લીધાં હોવાનું મનાય છે.




