
વિક્રમ ભટ્ટની નવી ફિલ્મ હોન્ટેડ ૩ડી મોટા સ્ટાર હોરર ફિલ્મ કરવાથી દૂર રહે છે: વિક્રમ ભટ્ટ વિક્રમ ભટ્ટ બોલીવુડને ‘રાઝ’, ‘૧૯૨૦’, ‘હોન્ટેડ’ જેવી ફિલ્મોની ભેટ આપી ચૂક્યા છે : હાલ ‘ઈકોઝ ઓફ ધ પાસ્ટ’ રિલીઝ થવાની છે ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટવા હોરર વિશ્વને દર્શકો ઓળખે છે. ટુંક સમયમાં તેમની નવી ફિલ્મ‘ હોન્ટેડ ૩ડી :ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ રિલીઝ થવાની છે. તે દરમિયાન વિક્રમે એક મુલાકાતમાં બોલીવુડમાં હોરરની બદલાઇ રહેલી પેટર્ન તેમ જ હોરર ફિલ્મમાં કામ કરવા સ્ટાર તરફથી થતા ઈનકાર વિષે ખુલ્લામને વાત કરી હતી.વિક્રમ ભટ્ટે કહ્યું કે “આજે હિંદી સિનેમામાં હોરર કોમેડીનો દોર છે. પરંતુ વિક્રમ ભટ્ટ માને છે કે અસલી હોરરનો દર્શક આજે પણ છે.નોર્થમાં આ ઝોનમાં સતત કામ કરનારા ખુબ જ ઓછા લોકો છે. દક્ષિણમાં તો ફિલ્મ મેકર સતત હોરર ફિલ્મ બનાવતા રહે છે. ભૂત અને પેતના કથાનકને માને તો સૌ છે. ભારતમાં તમામ સ્થાને તેને માનવામાં આવે છે. પરંતુ બોલીવુડમાં આ વિષેય વસ્તુ પર ફિલ્મ બનાવનારાઓછા છે. દર્શકો તો આજે પણ છે, પરંતુ તેમના માટે ફિલ્મ નથી બની રહી.’ બોલીવુડના વલણ વિષે વાત કરતાં તેમણે કહ્યું કે અહીં સૌ ઘેટાની ચાલ ચાલે છે. જાે કોમેડી ફિલ્મ ચાલી ગઈ,તો કોમેડી ફિલ્મ બનાવવાને કામે લાગી જાય છે. સાઉથમાં પણ એવું જ થયું. હોરર ફિલ્મ ચાલી ગઈ તો સૌ હોરર ફિલ્મ બનાવવા લાગ્યા. પરંતુ સાઉથમાં આ વિષયવસ્તુની સિનેમામાં પ્રયોગો ખુબ થાય છે. દક્ષિણમાં અલગ અલગ પ્રકારની હોરર ફિલ્મ બનતી રહે છે. ડર જરા જુદી રીતે બતાવે છે. વિક્રમ ભટ્ટે કહ્યું કે હોરર ફિલ્મમાં કામ કરવા સ્ટાર રાજી નથી થતા. સ્ટાર કહે છે કે, ના, હોરર નહીં.’ કારણકે હોરરમાં અભિનેતાને ડરવું પડે છે.



