
પંજાબ પોલીસ પાસે મદદ માગીયુટ્યુબર અરમાન મલિકને જાનથી મારી નાંખવાની ધમકી મળીધમકીમાં ફક્ત તેને જ નહીં પરંતુ તેના બાળકોને પણ ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી છેઅરમાન મલિકના વીડિયો મોટાભાગે ચર્ચામાં રહે છે. ત્યારે તે હવે એક એવા કેસ માટે ચર્ચામાં છે. કરોડપતિ યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી સ્ટાર અરમાન મલિકે ખુલાસો કર્યો છે કે તેને અને તેના નાના બાળકોને છેલ્લા એક મહિનાથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં, અરમાન મલિકે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ધમકીમાં ફક્ત તેને જ નહીં પરંતુ તેના બાળકોને પણ ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી છે.
અરમાન મલિકે પુરાવા તરીકે ધમકી આપનારના અવાજની ઓડિયો ક્લિપ પણ શેર કરી છે. જેમાં અત્યંત ભયાનક નિવેદનો આપવામાં આવ્યા છે. પોતાની અને તેના પરિવારની સલામતી માટે ચિંતિત, અરમાને પંજાબ પોલીસ અને પંજાબ સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ માટે અપીલ કરી છે. યુટ્યુબર અરમાન મલિકે ખુલાસો કર્યો છે કે તે છેલ્લા એક મહિનાથી સતત ધમકીઓનો સામનો કરી રહ્યો છે. આ ધમકી માત્ર તેને ડરાવવાનો પ્રયાસ નથી, પરંતુ ફોન કોલ્સ અને ઓડિયો સંદેશાઓ દ્વારા તેના આખા પરિવારને વારંવાર મારી નાખવાની ધમકી પણ અપાઇ રહી છે.
અરમાન મલિક દ્વારા શેર કરાયેલ ઓડિયો ક્લિપમાં, ધમકી આપનાર ખૂબ જ ભયાનક સ્વરમાં કહે છે, તમારા બાળકનું રક્ષણ કરો. તમને પછી ગોળી મારી દેવામાં આવશે, તમારા બાળકોને પહેલા ગોળી મારી દેવામાં આવશે. ધમકી આપનાર વ્યક્તિએ શરૂઆતમાં ૫ કરોડની માંગણી કરી હતી, પછી તેને ઘટાડીને ૩૦ લાખ કરી દીધી, અને હવે ?૧ કરોડની માંગણી કરી રહ્યો છે. ખંડણીની રકમમાં ફેરફાર સ્પષ્ટપણે દર્શાવે છે કે ધમકી ફક્ત પૈસા જ નહીં, પણ ડર અને દબાણ પણ માંગે છે.




