
સેટલમેન્ટ કરવાનો વીડિયો વાયરલ થયો દિવ્યાંગ વેપારીને માર મારનાર PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક મહિલા PSI સોનલ રાઠોડે દિવ્યાંગ વેપારીને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક મહિલા PSI સોનલ રાઠોડે દિવ્યાંગ વેપારીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપો લાગ્યા હતા. સમગ્ર ઘટના બાદ મહિલા PSI પોતે પીડિત પ્રજ્ઞાચક્ષુ વેપારીના ઘરે પહોંચી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હોવાના દ્રશ્યો ઘણાં જ વાયરલ થયો હતો. સમાધાન કરવા પીડિતના ઘરે પહોંચેલા PSI મેડમ મીડિયાને જાેઈને ભાગતા દેખાયા હતા. આ કેસમાં PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા PSI સોનલ રાઠોડ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદમાં થોડા દિવસથી ઘણા ચર્ચાસ્પદ કેસ એટલે કે, પીએસઆઈ સોનલ રાઠોડે દિવ્યાંગ વેપારીને માર્યા બાદ તેની સાથે સેટલમેન્ટ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં એસપીએ વેપારીને માર મારવા બદલ પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કર્યા છે. મહિલા PSI સોનલ રાઠોડની સામે ફરિયાદી ગોપાલ ભાઈએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી ગોપાલભાઈ દરજી નામના એક પ્રજ્ઞાચક્ષું દિવ્યાંગ કેબીન ચલાવી ગુજરાન ચલાવે છે. જેઓએ પોતાની કેબિનમાં પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ ખેંચ્યો હતો. જે દરમિયાન સગીરના હાથમાં ઇજા થઈ હતી. જે મામલો બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ દિવ્યાંગ સાથે અમાનવીય વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે.
પીડિત પજ્ઞાચક્ષું ગોપાલભાઈ દરજી પીએસઆઈ સોનલ રાઠોડની સામે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, પંચવટી ખાતે દુકાનમાંથી છોકરાઓ પડીકા તોડતા એક છોકરાને અજાણતા હાથ અડ્યો હતો. જે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે મને યુનિવર્સિટી પોલીસે સ્ટેશને બોલાવ્યો હતો. જ્યાં છોકરાઓને વાગયુના હોવા છતાં મારી સામે ફરિયાદ કરવામાં આવી અને મને દંડા વડે માર મારવામાં આવ્યો હતો. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી મહિતા PSI સોનલ રાઠોડ મને માર્યો હતો.
પીડિતના આ આરોપને પોલીસ સ્ટેશનના PI સોનલ રાઠોડ અને સ્ટાફે ફગાવી દીધો હતો. આ પ્રકારની ઘટના બની હોવાનો ઈન્કાર કર્યો હતો. આ આક્ષેપો ક્યાંક ક્યાંક સાચા હોવાનું પણ સાબિત થઈ રહ્યું છે. કારણ કે, જેના પર પજ્ઞાચક્ષુને માર મારવાના આરોપ ઉછળી રહ્યા છે તે મહિલા PSI સોનલ રાઠોડ પોતે પીડિતના ઘરે પહોંચ્યા હતા અને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે સમાધાન સમયે જ ત્યાં મીડિયા પહોંચી જતા PSI સોનલ રાઠોડ ફટાફટ ત્યાંથી નીકળી ગયા હતા. જાેકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.



