
પોલીસે ૮૭૦૦ કિલો જથ્થો ઝડપ્યો!.જુનાગઢના માંગરોળમાં શંકાસ્પદ અનાજ ઝડપાયું.આ અનાજ ક્યાંથી આવ્યું અને તેને કેશોદ તરફ કયા હેતુથી લઈ જવામાં આવતું હતું તે અંગે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતા રેશનિંગના અનાજની કાળાબજારી કરનારા તત્વો સામે જૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે. માંગરોળ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને બે પિકઅપ વાનમાંથી શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, માંગરોળ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગરીબોના હકનું સરકારી અનાજ ગેરકાયદેસર રીતે સગેવગે કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે માંગરોળથી કેશોદ તરફ જતી બે શંકાસ્પદ પિકઅપ વાનને અટકાવી હતી. વાહનોની તલાસી લેતા તેમાંથી મોટી સંખ્યામાં ઘઉં અને ચોખાના કોથળા મળી આવ્યા હતા.
પોલીસે બંને વાહનોમાંથી કુલ ૮,૭૯૦ કિલો અનાજ (ઘઉં અને ચોખા) નો જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો સરકારી રેશનિંગનો હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. આ અનાજ ક્યાંથી આવ્યું અને તેને કેશોદ તરફ કયા હેતુથી લઈ જવામાં આવતું હતું તે અંગે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.
માંગરોળ પોલીસે અનાજનો જથ્થો અને વાહનો કબજે કરી આગળની કાર્યવાહી માટે પુરવઠા વિભાગને જાણ કરી છે. જાે આ જથ્થો સરકારી હોવાનું સાબિત થશે, તો જવાબદાર રેશનિંગ દુકાનદારો કે વચેટિયાઓ વિરુદ્ધ કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે. હાલમાં પોલીસે બંને વાહનોના ચાલકોની પૂછપરછ શરૂ કરી છે અને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.




