
સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૂ.૩૮,૦૦૦ ગુમાવ્યા
સરકારની સ્કીમ માં માત્ર મહિલાઓને સાત દિવસમાં વાહન આપવાની વાત કરી ગઠિયાએ રૂપિયા પડાવ્યા : શાહીબાગ પોલીસે ગુનો નોંધ્યો.ઝૂકતી દુનિયા ઝૂકાનેવાલા ચાહિયે કહેવાતને સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાહીબાગમાં રહેેતી મહિલાને સાઇબર ગઠિયાએ રૂ.૭,૦૦૦ હજારમાં ટુ વ્હીલર આપવાની લાલચ આપી હતી, જેને લઇને મહિલાએ ૧૫ સગા -સંબંધી મહિલાના રૂ. ૩૮,૨૫૦ રૃપિયા ભર્યા હતા. જાે કે મહિના પછી પણ વાહન કે રૃપિયા પરત નહી આપીને ઠગાઇ કરી હતી.આ બનાવ અંગે શાહીબાગ પોલીસે અજાણી વ્યકિત સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ગિરધરનગર ખાતે રહેતી મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૭-૦૮-૨૫ના રોજ તેમની દુકાને સફાઇ કામદાર મહિલાએ આરોપીનો નંબર આપીને કહ્યું કે આ વ્યકિત ભારત સરકારની સ્કીમ અંતર્ગત રૂ. ૭,૦૦૦માં એક્ટિવા ટુ વ્હીલર આપે છે જેને લઇને ફરિયાદી મહિલાએ આરોપીનો સંપર્ક કરતાં તેણે આ સ્કીમ માત્ર મહિલાઓ માટે છે તેવી વાત કરી હતી.જેને લઇને મહિલાએ પોતાના પરિચીત ૧૫ મહિલાઓના આઇડીપ્રૂફ અને મોબાઇલ નંબર સહિતની વિગતો આપીને તેઓના નામે પ્રથમ વખતા રૂ.૩૩,૦૦૦ અને બીજી વખત લોડીગના ૫,૨૫૦ મળી કુલ રૂ. ૩૮,૨૫૦ ઓન લાઇન મોકલી આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓ બહાના બતાવીને ગલ્લા તલ્લા કરીને વાહન મોકલી આપ્યા નહી અને રૃપિયા પણ પરત આપ્યા ન હતા. જેને લઇને શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
