
શ્રેષ્ઠ અને અસરકારક કામગીરી બદલ આપવામાં આવ્યું છે.સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ અમદાવાદને મળ્યું ગુજરાતમાં પ્રથમ સ્થાન.AMC એ ૧,૮૨,૯૮૬ લાભાર્થીઓને રૂ. ૨૬૬.૧૨ કરોડની લોન આપી, વ્યાજ સબસિડી અને ડિજિટલ ઇન્સેન્ટિવ પણ ચૂકવ્યા છે.અમદાવાદ મહાનગરપાલિકાને ગુજરાત રાજ્યના ‘મેગા એન્ડ મિલિયન પ્લસ સિટીસ‘ની કેટેગરીમાં લોન ડિસ્બર્સમેન્ટ તેમજ ‘સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ‘ હેઠળ સરકારની જુદી જુદી ૮ યોજનાના લાભ અપાવવા એમ બંને શ્રેણીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ “પીએમ સ્વનિધિ ‘PRAISED Award – ૨૦૨૩–૨૪” મળ્યો છે. આ સન્માન શહેરી શેરી ફેરિયાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરી જવા માટે ભારત સરકારની ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના તેમજ ‘સ્વનિધિ સે સમૃદ્ધિ‘ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ અને અસરકારક કામગીરી બદલ આપવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ – ૨૦૨૫ના ઉપલક્ષમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે “સ્વનિધિ સમારોહ – ૨૦૨૬” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓ માટે લોન વિતરણ અને સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળની કામગીરી માટે બેસ્ટ પરફોર્મિંગ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને લોન ડિસ્બર્સમેન્ટ તેમજ ‘સ્વનિધિ સે સમૃદ્ધિ‘ કાર્યક્રમ હેઠળ સરકારની ૦૮ જુદી જુદી યોજનાઓના લાભો અપાવવાના ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ કેબિનેટ મંત્રી કનુ દેસાઈ (નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ)ના હસ્તે “પીએમ સ્વનિધિ PRAISED Award ૨૦૨૩–૨૪” એનાયત કરવામાં આવ્યો છે, જે છસ્ઝ્ર તરફથી આર.પી. જાેશી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (UCD) દ્વારા સ્વીકારવામાં આવ્યો છે.
“પીએમ સ્વનિધિ યોજના” અંતર્ગત શેરી ફેરિયાઓને કોઈપણ પ્રકારની જામીનગીરી વિના કાર્યકારી મૂડી ઉપલબ્ધ થાય તે માટે પ્રથમ તબક્કામાં રૂ. ૧૦,૦૦૦, નિયમિત ચુકવણી બાદ બીજા તબક્કામાં રૂ. ૨૦,૦૦૦ અને ત્રીજા તબક્કામાં રૂ. ૫૦,૦૦૦ સુધીની લોનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ૧,૨૮,૩૮૨ લાભાર્થીઓને રૂ. ૧૨૮.૩૮ કરોડ, બીજા તબક્કામાં ૪૫,૦૯૪ લાભાર્થીઓને રૂ. ૯૦.૧૮ કરોડ, ત્રીજા તબક્કામાં ૯,૫૧૦ લાભાર્થીઓને રૂ. ૪૭.૫૫ કરોડ આપવામાં આવ્યા છે. આમ કુલ ૧,૮૨,૯૮૬ લાભાર્થીઓને રૂ. ૨૬૬.૧૨ કરોડની લોન બેંક મારફતે ચૂકવવામાં આવી છે.
ઉપરાંત, આ યોજના હેઠળ લોન લેનાર લાભાર્થીઓને આજદિન સુધી રૂ. ૯.૦૭ કરોડ વ્યાજ સબસિડી સરકાર દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવી છે તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્સેન્ટિવ તરીકે રૂ. ૮.૬૦ કરોડની ચૂકવણી પણ કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક અને અસરકારક કામગીરી શહેરી શેરી ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં તેમજ તેમને મુખ્ય પ્રવાહમાં જાેડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે, જે બદલ રાજ્યસ્તરે પ્રાપ્ત થયેલો આ સન્માન સમગ્ર AMC માટે ગૌરવની બાબત છે.




