Lok Sabha Election Exit Polls: ગુજરાતની હાઈપ્રોફાઈલ બેઠક ગાંધીનગરની વાત કરીએ તો આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે. તેમજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા અને હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર આ બેઠક પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું. જે બાદ EVMમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ ગયો છે. જે 4 જૂને બહાર આવશે. જો કે, એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપ ફરી એકવાર ઈતિહાસ રચવા જઈ રહી છે.
ગુજરાતમાં ભાજપનો ક્લીન સ્વીપ
TV 9 ભારતવર્ષના POLSTRAT અને PEOPLES INSIGHT ના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં BJP ક્લીન સ્વીપ કરી રહી છે. ગુજરાતમાં મોદી મેજીક દેખાઈ રહ્યો છે. 7 મેના રોજ ત્રીજા તબક્કાના મતદાનમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. જ્યાં ભાજપનો ગઢ ગણાતી બેઠક ગાંધીનગરમાં ફરી એકવાર ભાજપની જીત થઈ રહી છે. જ્યારે કોંગ્રેસ પાછળ જોવા મળી રહી છે. ટીવી 9 ભારતવર્ષના એક્ઝિટ પોલ અનુસાર, અમિત શાહને ગાંધી નગર સીટ પરથી 80.82% વોટ મળતા જોવા મળી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના સોનલ પટેલને માત્ર 13.74% મત મળ્યા છે.
અમિત શાહ પાસે કેટલી લીડ?
તમામની નજર ગુજરાતની તમામ સીટો પર છે, જ્યારે VIP સીટ ગાંધીનગરના પરિણામની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ટીવી 9 ભારતવર્ષના એક્ઝિટ પોલ અનુસાર, અમિત શાહને ગાંધી નગર સીટ પરથી 80.82% વોટ મળતા જોવા મળી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના સોનલ પટેલને માત્ર 13.74% મત મળ્યા છે. અમિત શાહે 2019ની ચૂંટણીમાં પણ જીત મેળવી હતી, એક્ઝિટ પોલના અનુમાન મુજબ, તેઓ આ જીતનો સિલસિલો ચાલુ રાખશે.
ગાંધી નગર બેઠકનો ઈતિહાસ
ગાંધી નગર બેઠક ભાજપનો ગઢ રહી છે, ગાંધી નગર બેઠકના ઈતિહાસ પર નજર કરીએ તો આ બેઠક 1989માં પ્રથમ વખત ભાજપના ખાતામાં ગઈ હતી અને ત્યારબાદ ભાજપનો ગઢ બની હતી. વર્ષ 1991માં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી જીત્યા હતા. જે બાદ 1998 થી 2014 સુધી આ સીટ પર અડવાણીનો કબજો રહ્યો. દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ સીટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2019માં ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બમ્પર જીત નોંધાવી હતી. જે બાદ ફરી એકવાર અમિત શાહ મેદાનમાં છે.