
કાગવડના ખોડલધામને લઇને એક મહત્વના અપડ્ટેસ.આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન.ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ ૨૦૨૬માં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ ર્નિણયની જાહેર કર્યો હતો.રાજકોટના કાગવડના ખોડલધામને લઇને એક મહત્વના અપડ્ટેસ આવ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં છે. ઉલ્લેખનિય છે. ખોડલધામ ખાતે યોજાયેલી ‘કન્વીનર મીટ ૨૦૨૬‘માં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ ર્નિણયની જાહેર કર્યો હતો. હવે ખોડલધામના સંગઠનને લગતાં કાર્યોનું સંચાલન અનાર પટેલ કરશે.તેમજ સંસ્થાએ મુકેલા વિશ્વાસને નિભાવવાનો પણ વાયદો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સમાજ હિતની વાત હોય ત્યારે કદાચ મતભેદો હોઇ શકે પરંતુ પરસ્પર મતભેદ નહિ.
અનાર પટેલે સમાજનું મહત્વ સમાજવતાં કહ્યું કે, સમાજ મોટો છે અને આપણી ઓળખ સમાજથી જ છે.
તેમણે કહ્યં કે, આપણે સમાજના હિતના કાર્યમાં નરેશ પટેલને ટેકો આપીશુ નહિ કે ટીકા કરીએ.નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જાેડવા માટે આ ર્નિણય લેવાયો છે. અત્યારસુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ ર્નિણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
ખોડલધામ સંગઠન કન્વીનર મીટ ૨૦૨૬ના કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ તોડીને ર્નિણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ખોડલધામના કુલ ૧૧ ઝોન છે ગુજરાતમાં જે પૈકી અમદાવાદ ઝોનમાં ૩ અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે.




