
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન.સુરત જિલ્લામાં ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ પરીક્ષા માટે ૧,૬૧,૦૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા.પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને (DEO) કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.આગામી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬થી સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે પણ સુરત જિલ્લો રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાવનારો જિલ્લો બન્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથસિંહ પરમારના જણાવ્યા અનુસાર, પરીક્ષાના સુચારૂ સંચાલન માટે તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
સુરત જિલ્લામાં આ વર્ષે કુલ ૧,૬૧,૦૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે, જેના માટે ૫૬૫૩ બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે, તો ધોરણ ૧૦માં ૯૨,૨૨૮ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૫૧,૬૦૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં ૧૭,૧૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે.
પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની વિશેષ નિમણૂક કરવામાં આવી છે, જેઓ પરીક્ષા સમયે કેન્દ્ર પર હાજર રહી પારદર્શિતા જાળવશે.
સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગત ૨ ફેબ્રુઆરીના રોજ મળેલી સમિતિની બેઠકમાં તમામ વિભાગોને સંકલન કરવા સૂચના આ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ કરવામાં આવશે. સુરત ડ્ઢઈર્ંએ ખાતરી આપી છે કે, વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬થી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. આ માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. સુરત કલેક્ટર આ સમિતિના અધ્યક્ષ છે. તેમની અધ્યક્ષતામાં ૨ ફેબ્રુઆરીના રોજ મિંટિગ યોજાઈ હતી. તમામ વિભાગોને જરૂરી સુચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈ જાતની અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.




