
દારૂબંધી મુદ્દે ભાજપના જ નેતા દિનુમામાના પ્રહાર.બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વડોદરાનું રાજકારણ ગરમાયું.દારૂના આ ગેરકાયદેસર વેપારમાં પોલીસ કમાઈ રહી છે અને દારૂ વેચનારાઓ માલામાલ થઈ રહ્યા છે, જ્યારે ગરીબ પીનારા લોકો દંડાઈ રહ્યા છે.વડોદરામાં બરોડા ડેરીની આગામી ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ભાજપના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય દિનુમામાએ દારૂબંધી અને નશાના દૂષણને લઈ આપેલા વિવાદાસ્પદ નિવેદને શાસક પક્ષ અને તંત્રની ઉંઘ ઉડાવી દીધી છે.
દિનુમામાએ પોતાની જ સરકારની નીતિઓ અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.
દિનુમામાએ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, દારૂના આ ગેરકાયદેસર વેપારમાં પોલીસ કમાઈ રહી છે અને દારૂ વેચનારાઓ માલામાલ થઈ રહ્યા છે, જ્યારે ગરીબ પીનારા લોકો દંડાઈ રહ્યા છે. તેમણે હરિયાણા અને મધ્યપ્રદેશનો દાખલો આપીને કહ્યું કે ત્યાંનો દારૂ અહીં મોંઘી કિંમતે વેચાય છે અને તેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે.
દિનુમામાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જાે સરકાર યોગ્ય અમલ ન કરાવી શકતી હોય, તો શંકરસિંહ વાઘેલા કહે છે તેમ દારૂની છૂટ આપવી જાેઈએ, જેથી યુવાધન બરબાદ થતું અટકે અને ભ્રષ્ટાચાર બંધ થાય.
પોતાના બળવાખોર તેવર અંગે સ્પષ્ટતા કરતા દિનુમામાએ જણાવ્યું હતું કે, તેમને કોઈ પણ પક્ષની ટિકિટની જરૂર નથી. તેમણે મક્કમતાથી કહ્યું, “મારે કોઈ ટિકિટ લેવી નથી, મારા પાદરા તાલુકાના મતદારો જિંદાબાદ છે અને તેમના માટે જ મેં આ સત્ય વાત કહી છે.”
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા હાલમાં ‘જન આક્રોશ રેલી‘ કાઢવામાં આવી રહી છે અને છછઁ પાર્ટી પણ દારૂબંધીના કડક અમલ માટે અવાજ ઉઠાવી રહી છે. આ સ્થિતિમાં દિનુમામાએ આશ્ચર્યજનક રીતે વિપક્ષના સૂર પુરાવતા જણાવ્યું હતું કે, “હાલની સ્થિતિમાં કોંગ્રેસ અને છછઁના નેતાઓ જે દારૂબંધીની વાત કરી રહ્યા છે, તેને હું સમર્થન આપું છું. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ જેવા ભયંકર નશા છૂટથી થઈ રહ્યા છે.” તેમણે સવાલ પણ ઉઠાવ્યો હતો કે કયા ગામમાં દારૂના ધંધા નથી ચાલી રહ્યા?
રાજકીય નેતાઓના વિરોધની કોઈ અસર ન થતી હોવાનો સ્વીકાર કરતા તેમણે સાધુ-સંતો અને ધર્મગુરુઓને આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે હિન્દુ-મુસ્લિમ તમામ ધર્મના વડાઓએ ભેગા મળીને સરકાર પર દબાણ લાવવું જાેઈએ. સાધુ-સંતો ધારે તો આ મિશન પાર પાડી શકે છે. જાે સરકાર ધર્મગુરુઓની વાત ન સાંભળે, તો સંતોમાં સરકાર બદલવાની પણ તાકાત છે.




