
ફિલ્મમાં દિયા મિર્ઝાનું પાત્ર ટૂંકું હોવા છતાં અસરકારક ‘આલ્ફા’ દેશભરમાં ૨,૭૫૦ સ્ક્રીન્સ પર ૯,૦૦૦થી વધુ શોઝ પર રિલીઝ કરવામાં આવી ‘આલ્ફા’માં ભવ્ય એક્શન છતાં ભાવનાત્મક અસર ઓછી, ઋતિક રોશનના કેમિયોનું સૌથી મોટું આકર્ષણ
આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની યશ રાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર ‘આલ્ફા’ને દેશભરમાં ભવ્ય રિલીઝ મળી છે. આ અંગેના અહેવાલો અનુસાર ફિલ્મ ભારતભરમાં ૨,૭૫૦ સ્ક્રીન્સ પર અને ૯,૦૦૦થી વધુ શોઝ સાથે રિલીઝ થઈ છે. તેને મહિલા કેન્દ્રિત ફિલ્મ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝમાંની એક માનવામાં આવી રહી છે. ફિલ્મનું ડિરેક્શન શિવ રાવૈલે કર્યું છે અને તે યશ રાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા-કેન્દ્રિત ફિલ્મ છે. હાલ બોક્સ ઓફિસ પર ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘કોકટેલ ૨’ અને ‘મૈં વાપસ આઉંગા’ જેવી ફિલ્મો ચાલી રહી હોવા છતાં યશરાજ ફિલ્મ્સે પોતાની મજબુત વિતરણ વ્યવસ્થાના આધારે ‘આલ્ફા’ માટે નોંધપાત્ર સ્ક્રીન્સ મેળવવામાં સફળતા મેળવી છે.ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, જાે ફિલ્મને સારો પ્રતિસાદ મળશે તો વીકેન્ડ દરમિયાન તેના બોક્સ ઓફિસ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. શરૂઆતના અંદાજ મુજબ ફિલ્મ પ્રથમ દિવસે નેશનલ મલ્ટિપ્લેક્સ ચેઇન્સમાં આશરે ૩૫ હજાર ટિકિટનું એડવાન્સ બૂકિંગ નોંધાવી ચુકી છે અને લગભગ ૭ કરોડની ઓપનિંગ મેળવી શકે છે. ‘આલ્ફા’ યશ રાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સમાં આલિયા ભટ્ટના મુખ્ય પાત્ર સાથેની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક એવા પ્રયોગની આસપાસ ફરે છે, જેમાં એક ખાસ સીરમ દ્વારા સામાન્ય માનવીને સુપરહ્યુમનમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઘટનાક્રમમાંથી જન્મેલી યુવતી ‘આલ્ફા’ પોતાનાં ભુતકાળ અને ઓળખની શોધમાં આગળ વધે છે.ફિલ્મમાં અનિલ કપૂર કર્નલ વિક્રાંત કૌલના પાત્રમાં છે, જ્યારે બોબી દેઓલ વિલન ફતેહ તરીકે નજરે પડે છે. દિયા મિર્ઝાનું પાત્ર ટૂંકું હોવા છતાં અસરકારક છે. ફિલ્મનો મૂળ વિચાર રસપ્રદ હોવા છતાં તેની ભાવનાત્મક રજૂઆત પુરતી અસરકારક બની શકતી નથી. પ્રથમ ભાગ ધીમો અને ઓછો રોમાંચક લાગે છે. આલિયા ભટ્ટે એક્શન સીનમાં મહેનત કરી છે, પરંતુ તેમ છતાં તેનાં પાત્રમાં જરૂરી પ્રભાવ અને કરિશ્માની કેટલાક સીનમાં કમી અનુભવાય છે.ફિલ્મના બીજા ભાગમાં રિતિક રોશનના કેમિયોથી ફિલ્મમાં નવી ઊર્જા આવે છે. તેના થોડા જ મિનિટોના સીન સમગ્ર ફિલ્મનાં સૌથી યાદગાર સીન બની રહે છે. બીજી તરફ, શર્વરી પોતાની ભુમિકામાં વિશ્વસનીય દેખાય છે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. ‘આલ્ફા’ ટેન્કિકલ રીતે સારી રીતે બનાવવામાં આવેલી ફિલ્મ છે, પરંતુ ભાવનાત્મક રીતે એટલી અસરકારક બની શકતી નથી. ફિલ્મમાં કેટલીક યાદગાર ક્ષણો છે, ખાસ કરીને રિતિક રોશનની એન્ટ્રી. તેમ છતાં, સોશિયલ મીડિયા પર ફિલ્મ અંગે રિલીઝ પહેલાં થયેલી અતિશય નકારાત્મક ચર્ચાઓની સરખામણીએ ફિલ્મ એટલી નબળી પણ નથી.




