
સ્વદેશી જાગરણ અભિયાન; નવરાત્રિ, દુર્ગાપૂજા ને ઓનમ જેવા તહેવારોમાં વિદેશી ખાણીપીણીના સ્ટોલ પંડાળોમાં નહિ રખાય
વિદેશી ઓન લાઇન પ્લેટફોર્મ નો બહિષ્કાર ; CAIT ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા સ્વદેશી જાગરણ અભિયાનનો પ્રારંભ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા શરૂ કરયેલા સ્વદેશી જાગરણ અભિયાન આંદોલન હવે વેગ પકડતું જાય છે. વડોદરામાં વેપારી સંગઠનો ધ્વારા આમૂહિક રીતે નિર્ણય કરીને નાણા વેપારીઓ આગામી તહેવારો દરમિયાન સરળતાથી વેપાર કરી શકે તે માટે આગામી દિવસોમાં નવરાત્રી, દુર્ગા પૂજા અને ઓનમ જેવા તહેવારોમાં પંડાલોમાં ગુજરાત અને દેશભરમાં માત્ર અને માત્ર સ્વદેશી કંપનીઓ અને સ્વદેશી ઉત્પાદનના વેપારીઓ ધ્વારા જ સ્ટોર રાકવામાં આવશે અન્ય વિદેશી કંપનીઓને તેમાં કોઈ સ્થાન અપાશે નહિ તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ઓન લાઈન વિદેશી કંપનીઓનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો હતો.
વડોદરા વેપાર વિકાસ એસોસિએશ્ન્ન ચેરમેન રમેશ પટેલ અને પ્રમુખ પરેશ પરીખે આજે જણાવ્યું હતું કે, તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત બંગાળ સહીત દેશના વિવિધ ભાગોમાં જ્યાં પણ ઉત્સવોની ઉજવણી થતી હોય ત્યાં તેના આયોજકોને આવા સ્ટોલને પંડાલમાં સ્થાન નહિ આપવા અને આવા સ્થળોની મુલાકાત લેનારાઓને આવા સ્ટોલમાંથી ખરીદી નહિ કરવા માટે અનુરોધ કર્યો છે. સાથે સાથે નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે એ માટે અમે સતત ઓન લાઇન વિદેશી કંપનીઓનો વિરોધ કરી રહ્યા છે અને કરીશું.
નવરાત્રિ, દુર્ગા પૂજા, ઓનમ તહેવાર દીપાવલી જેવા અનેકવિધ તહેવારો ગુજરાત અને દેશભરમાં ઉજવાય છે અને લાખ્ખો લોકો તેમાં ભાગ લેતા હોય છે. આવા પંડાલોમાં વિદેશી ખાણીપીણીના સ્ટોલ પણ નહિ રાખવા માટેનો અનુરોધ અમે કર્યો છે.
CAIT ઈન્ડિયા દ્વારા દિલ્હી ખાતે તારીખ ૩ અને ૪ ઑગસ્ટ ના રોજ મળેલ રાષ્ટ્રીય પધાધિકારીઓની મિટિંગમાં સ્વદેશી જાગરણ અભિયાન શરૂ કરવા દેશભરના વેપારી સંગઠનોને આહવાન કરેલ હતું. જેનો ખૂબ સારો પ્રતિભાવ મળેલ છે.. વડોદરા ખાતે પણ તારીખ ૧૨ ઑગસ્ટના રોજ ૨૦૦ થી વધુ વેપારી આગેવાનો સ્વદેશી જાગરણ અભિયાનની શરૂવાત કરવા ભેગા થયેલ હતા..અને ૫૦૦૦ થી વધુ આ અંગેના પોસ્ટર દરેક દુકાનોમાં લગાવ્યા હતા. ગ્લોબલ માર્કેટના હિસાબે વિદેશી કંપની ઓ લગભગ દુનિયાના દરેક દેશ માંપહોંચી ગઇ છે..* પરંતુ ભારત એક માત્ર દેશ છે કે જે ખેતી પ્રધાન અને મહાજનનો દેશ છે…ભારતની સંસ્કૃતિ જાળવવી હોય તો વિદેશી કંપનીઓનો બહિષ્કાર કરવો આવશ્યક છે. વિદેશી મોટી મોટી કંપનીઓના પગપેસારાના કારણે નાના વેપારીઓ લગભગ બિલકુલ મૃતપાય હાલતમાં આવી ગયા છે. થયી ગયા છે* ..માટે CAIT દ્વારા કેન્દ્ર સરકારને સતત વિદેશી કંપનીઓ અને એક પોલિસી બનાવવા આગ્રહ કરે છે.. જેથી નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ફરી એક વાર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ઝુંબેશ શરૂ કરે છે…તમામ નાગરિકો અને પારીઓ ને વિનંતી છે કે અમારા આ સ્વદેશી જાગરણ અભિયાનમાં જોડાય અને ઓનલાઇન ખરીદી ના કરે અને દુકાનોમાં જાય .દરેક વેપારીઓને પણ વિનંતી છે કે તમારી અને પરિવારની જરૂરિયાત માટે તમારા શહેરના વેપારી પાસે જ ખરીદી કરો તે પણ એટલું જ જરૂરી છે.
