
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ અચાનક જ રાજકીય
ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને ગુજરાત સરકાર અને સંગઠનમાં
ફેરફારોનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ હોવાનુ ચર્ચાએ જાેર પકડયુ છે.
આજે બુધવારે સત્વસરી ની રજા હોવાથી ગઈ કાલે મંગળવારે સાંજે
કેબિનેટની બેઠક સાંજે યોજાઈ હતી.
આગામી સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ અઠવાડીએ મંત્રી મંડળ વિસ્તરણની શકયતા
વર્તાય તેવુ ટોચના નેતાઓ કહી રહ્યા છે. આ ઉપરાંત ગણેશ મહોત્સવ
દરમિયાન જ નવા પ્રદેશ પ્રમુખનુ નામ પણ જાહેર કરવામાં આવે તેવા નિર્દેશો
મળી રહ્યા છે. સુત્રો એવુ પણ કહી રહ્યા છે કે મંત્રી મંડળમાં જડમુળમાંથી ફેરફાર
થાય તેવી પુરેપુરી શકયતાઓ વર્તાઈ રહી છે. તો બીજી તરફ સહકાર મંત્રી
જગદીશ પંચાલને મહત્વની જગ્યા પર સ્થાન મળી શકે છે તેવુ પણ સુત્રો
કહી રહ્યા છે. ગઈ કાલે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સીઆર પાટીલે
આપણે નજીકના ભવિષ્યમાં હજુ બે વખત મળીશુ તેવા કરેલા વિધાનો અને આજે
મંગળવારે સવારે વડાપ્રધાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપ અધ્યક્ષ
સીઆર પાટીલ સાથે રાજભવનમાં યોજેલી લાંબી બેઠક બાદ
ગાંધીનગરમાં મોટી રાજકીય ચહલ પહલ જાેવા મળી રહી છે. સુત્રોનુ કહેવુ છે
કે વડાપ્રધાન મોદીએ મંત્રી મંડળ વિસ્તરણને લઈ લીલીઝંડી આપી દીધી છે અને
અમુક ધારાસભ્યોને દિલ્હી બોલાવીને સુચના આપવાનુ શરૂ કરાયુ છે.
સરકારના ટોચના સુત્રોનુ કહેવુ છે કે ઉંમર લાયક, નાદુરસ્ત તેમજ
નબળી કામગીરી હોય તેવા ૮ થી ૧૦ મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી
શકયતાઓ વર્તાઈ રહી છે. તો બીજી તરફ ૧૦ થી વધુ નવા ચહેરા માં
ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં આગામી જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં પાલિકા અને
મહાનગરપાલિકાઓની ચુંટણીઓ યોજાનાર છે તે અગાઉ અત્યાર થી જ
સરકારમાં અને સંગઠનમાં ફેરફારો કરવા જરૂરી હોવાનુ માનવામાં આવી
રહ્યુ છે. કારણ કે સરકાર સામે લોકોમાં વિવિધ કારણોસર અને ખુદ
ભાજપના ધારાસભ્યો પણ નારાજગી વર્તાવી રહ્યા છે. જયારે પ્રદેશ પ્રમુખની
નિમણુંક બે વર્ષથી ઘોંચમાં પડતા કાર્યકરોમાં પણ નારાજગી વર્તાઈ ગઈ
છે. તો બીજી તરફ ગૃહમંત્રીના કાર્યાલયે પણ મંત્રીઓ અને ધારાસભ્યોની
ભલામણો વરસોથી ધુળ ખાઈ રહી છે તેને લઈને પણ કેટલાક મંત્રીઓ અને
ધારાસભ્યોમાં નારાજગી વર્તાઈ છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલની મુદત પુરી થવા છતાં
લાંબા સમયથી તેમને યથાવત રાખવામાં આવ્યા છે પરંતુ હવે નવા પ્રદેશ
પ્રમુખના નામની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. કદાચ આવતી કાલે ગણેશ
ચતુર્થીના દિવસે અથવા તો બીજે દિવસે નવા પ્રમુખનુ નામ જાહેર
થવાની શકયતા દર્શાવાઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને
કેન્દ્રમાં મંત્રી પદ મળ્યા બાદ તેમણે અવાર નવાર પ્રમુખ પદની જવાબદારીમાંથી
મુકત કરવાની માંગણી પણ કરી ચુકયા છે. તાલુકા / જિલ્લા સંગઠનના
પ્રમુખોની નિમણુંકો પણ થઈ ગઈ છે. છતાં હજુ સુધી પ્રદેશ પ્રમુખની
નિમણુંક થઈ શકી નથી તેથી સંગઠનમાં પણ અમંજસ ની સ્થિતિ પ્રવર્તે
છે.
