
તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરાય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું
પ્રસ્થાન કરાવ્યું હતું.
શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂ. ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક
પ૩૧ થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે જિનાલય ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ તપસ્વીઓના વરઘોડાને
શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અને આરાધકોને શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા
સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લ્હાવો મળ્યો છે, તેમજ
આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે. તેમણે કહ્યું કે, તપશ્ચર્યા અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવંતશ્રીના
ચરણોમાં જેટલા રહીએ એટલો લાભ થાય છે. તેમણે તપસ્વીઓને વંદન કરી, સકળ શ્રી સંઘને મિચ્છામી દુક્કડમ કર્યું હતું.
આ તકે કેન્દ્રીય મંત્રી રાજ્ય શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રીમતી
સેજલબેન પંડ્યા, શ્રી શિવાભાઈ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, અગ્રણીઓ શ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના શ્રી જયુભાઈ શાહ, શ્રી મનીષભાઈ કનાડીયા, હિમાંશુભાઈ શાહ, શ્રી સંજયભાઈ ઠાર, શ્રી પિયુષભાઈ દોશી, શ્રી રમેશભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




