
(છગનલાલ મેવાડા દ્વારા)
ગુજરાત હાઇકોર્ટ સ્ટેમ્પ ડ્યુટીના વિવાદ અંગે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમા સ્પષ્ટપણે જણાવ્યું છે કે મૂળ દસ્તાવેજ જપ્ત કર્યા વિના માત્ર ઝેરોક્ષ નકલના આધારે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ની વસુલાતની કોઈપણ કાર્યવાહી સંપૂર્ણ ગેરકાયદેસર અને અધિકાર ક્ષેત્ર વિહોણી છે. ન્યાયમૂર્તિ નિર્જળ એસ દેસાઈની એકલ ખંડપીઠે રીત અરજી નં -4257/2022 માં અરજી કરતા નારણભાઈ સમંતભાઈ ભરવાડ (મૃત) ના કાનૂની વારસદારો વતી અરજી કરતાના અધિવક્તા ની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો છે. પરંતુ આ કેસમાં છ વર્ષ પછી એટલે કે એપ્રિલ 2020 માં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી અને ઓક્ટોબર 2020 માં રૂ. ૫૭,૯૯,૮૦૦ ઘટ સ્ટેમ્પ ડ્યુટી તથા રૂ. ૪,૫૦,૦૦૦ દંડ મળીને કુલ રૂપિયા ૬૨,૪૯,૮૦૦ ભરવાનો આદેશ કરવામાં આવ્યો હતો .
આ આદેશ સ્ટેમ્પ ડ્યુટીના સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવેલો હતો. જે આદેશ ને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવતા નામદાર હાઇકોર્ટ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ ની કલમ 33 37 અને 39 ની ઝીણવત ભરી સમીક્ષા કરીને ન્યાયાલય ખેડાવ્યું કે કલમ 3782 હેઠળ મૂળ દસ્તાવેજ કલેકટર પાસે મોકલવો ફરજિયાત છે અને ઝેરોક્ષ નકલ જપ્ત કરવી તે જપ્ત ગણી શકાય નહીં.
આ બાબતે નામદાર અદાલતે અનેક ચુકાદાઓ ટાંકીને સ્પષ્ટ કહ્યું કે દસ્તાવેજ કાયદેસર રીતે જપ્ત ન થાય ત્યાં સુધી સ્ટેમ્પ 2700 ને કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી . રાજ્ય સરકાર આ હકીકત નકારી શકી ન હોવાથી કરાયેલા આદેશો રદ કરવામાં આવ્યા. જોકે ન્યાયાલય રાજ્ય સરકારને કાયદા મુજબ નવેસરથી કાર્યવાહી કરવાની છૂટ આપી છે. સાથે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યની કોઈ પણ કાર્યવાહીમાં બંને પક્ષોના તમામ અધિકાર અને દલીલો ખુલ્લા રહેશે.



