
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વિવાદોમાં ઘેરાયા.રેવત રેડ્ડીએ બોડીગાર્ડને જાહેરમાં લાફો ઝીંક્યો.બોડીગાર્ડ ભીડને પાછળ હટાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યારે જ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેને થપ્પડ મારી દે છે.તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, તેઓ ગાયની પૂજા બાદ તેની પરિક્રમા કરતી વખતે જાહેરમાં પોતાના જ બોડીગાર્ડને થપ્પડ મારતા જાેવા મળે છે. આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા થયા છે. આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી રેડ્ડી થપ્પડને લઈને કોઈ વિવાદમાં આવ્યા હોય.
વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પૂજા કર્યા પછી ગાયની પરિક્રમા કરી રહ્યા છે. તે દરમિયાન, આસપાસ હાજર લોકો તેમના ખૂબ નજીક આવવાનો પ્રયાસ કરે છે. બોડીગાર્ડ ભીડને પાછળ હટાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યારે જ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અચાનક ગુસ્સામાં આવીને તેને થપ્પડ મારી દે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે આ વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે રેવંત રેડ્ડીનું નામ આવા વિવાદ સાથે જાેડાયું હોય. આ પહેલા પણ તેઓ પત્રકારોને થપ્પડ મારવાની વાત કહીને ભારે ચર્ચામાં રહ્યા હતા, જે બાદ તેમણે માફી પણ માંગવી પડી હતી. ગયા વર્ષે ૨૦૨૫માં, રેવંત રેડ્ડી નવ તેલંગાણા નામના અખબારના ૧૦મા વર્ષના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં ભાષણ દરમિયાન તેમણે સિનિયર અને જુનિયર પત્રકારોની સરખામણી કરતાં કહ્યું હતું કે, “ક્યારેક-ક્યારેક મન થાય છે કે પત્રકારોને થપ્પડ મારી દઉં.” આ ટિપ્પણીને પત્રકારોએ અપમાનજનક ગણાવી હતી અને પ્રેસ યુનિયનોએ તેમની પાસે સ્પષ્ટતા માંગી હતી. તે સમયે વિપક્ષે પણ તેમના આ વર્તન અને નિવેદન પર ભારે હોબાળો મચાવ્યો હતો.




