
૫ થી લઈ ૩૦ હજાર સુધીનું છે ભાડુ.કોટ વિસ્તારમાં ઉત્તરાયણના બે દિવસ ધાબા થયા હાઉસફૂલ.ઉત્તરાયણ દિવસે આવી રીતે એક દિવસ ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું રોજગારીનું સર્જન થયું છેે.રાયપુર વિસ્તારમાં સૌથી વધારે ભાવ ધાબાનો ભાવ રહેતો હોય છે, ઉતરાયણ પર્વ એ સૌને ગમતું પર્વ છે અને આ પર્વમાં લોકો વહેલી સવારથી ધાબે જઈને પતંગ ચગાવતા હોય છે,પરંતુ અમદાવાદના કોટ વિસ્તારની ઉતરાયણ સૌ કોઈ માટે મહત્વની હોય છે કેમકે પોળોમાં ધાબા અને ઘર એક બીજા સાથે કનેકટેડ હોય છે જેના કારણે વહેલી સવારથી મોડી સાંજ સુધી તમને પતંગ ચગાવતા રસિયાઓ જાેવા મળે છે,અમદાવાદના કોટ વિસ્તારમાં સૌથી વધારે રાયપુરમાં જે લોકોના મકાનો પોળમાં આવેલા છે અને જે લોકો બહાર રહેતા હોય છે તે લોકો ભાડે ધાબા રાખતા હોય છે અને બે દિવસના ભાડા ચૂકવતા હોય છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં રાયપુર, ઢાળની પોળ,રાયપુર ચકલાની પોળો સહિતની પોળોમાં પતંગ રસિયાઓ પતંગ ચગાવવા માટે આવતા હોય છે.ત્યારે બે દિવસનું ભાડુ રૂપિયા ૫ થી લઈ ૩૫ હજાર સુધી ચૂકવતા હોય છે ત્યારે પહેલા તમારે એડવાન્સમાં ભાડુ આપવાનું રહે છે અને ત્યારબાદ મકાન માલિક તમને ચાવી આપતા હોય છે ત્યારે બે દિવસના ભાડામાં તમારે તે ઘરમાં રાત્રી રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો.
ઉતરાયણમાં પતંગ ચગાવવાની સાથે ખાવાની પણ મોજ ગુજરાતીઓ માણતા હોય છે એટલે તેના માટે પણ ખાસ અલગથી પેકેજ રાખવામાં આવતું હોય છે જેમાં તમને સવારનો નાસ્તો,બપોરનું જમવાનું,હાઈ ટી અને સાંજનું જમવાનું આપવામાં આવતું હોય છે એટલે કે વ્યકિતદીઠ તેમાં ૫૦૦ રૂપિયા ગણવામાં આવતા હોય છે.અમદાવાદના જમાલપુરમાં ઉત્તરાયણ પહેલા અનોખો વિશાળકાય પતંગ પણ તૈયાર કરવામાં આવતો હોય છે.ઉત્તરાયણ દિવસે આવી રીતે એક દિવસ ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું રોજગારીનું સર્જન થયું છે. અનેક જગ્યાએ જમવા સાથેના પેકેજ આપવામાં આવે છે.
જેમાં પતંગ ચગાવનારને અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે અને તેમાં પણ ફુલ ડે અને હાફ ડે પ્રમાણે પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ધાબા ભાડે આપવાનું ચલણ વધુ હોવાથી બોર્ડમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું છે.




