
અમદાવાદમાં ફ્લાવર શોનો શંખનાદ.૧ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આકર્ષક ફ્લાવર શોનું ઉદ્ઘાટન.૪૮ થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલછોડનું પ્રદર્શન કરવામાં આવશ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત વાર્ષિક ફ્લાવર શોની તૈયારીઓ હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આગામી ૧ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ આકર્ષક ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ વર્ષે ફ્લાવર શોની મુખ્ય થીમ ‘ભારત એક ગાથા‘ રાખવામાં આવી છે, જે ભારતના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિને ફૂલોના માધ્યમથી ઉજાગર કરશે. દર વર્ષે સામાન્ય રીતે ૧૫ દિવસ સુધી ચાલતો આ શો, પ્રવાસીઓના ભારે પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ૨૫ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે, જે અમદાવાદીઓ માટે નવા વર્ષની મોટી ભેટ સાબિત થશે.
આ વખતનો ફ્લાવર શો વિશાળ ૭૩ હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે, જેમાં ૪૮ થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલછોડનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રદર્શનમાં મુખ્ય ૬ આકર્ષણના કેન્દ્રો રહેશે, જેમાં ભારતના વિવિધ તહેવારો, શાસ્ત્રીય નૃત્યો, પૌરાણિક ભારતના સ્કલપચર અને દેશની વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓની પ્રતિકૃતિઓ જાેવા મળશે. આ ઉપરાંત, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઝોન પણ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ભવ્ય આયોજન દ્વારા ભારતીય વારસાને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દેશે.




