
કરસન સોલંકી દ્વારા,
અમદાવાદ, તા.૫

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મફ્ત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણના બંધારણીય સંક્લ્પ સાથે શાળાઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હેતુ રાજ્યમાં અનેકવિધ પ્રકલ્પો અમલમાં છે. આ શૈક્ષણિક પ્રકલ્પોનું શાળાકક્ષાએ સુચારુ રૂપે અમલીકરણ થાય તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારી શાળાઓને પ્રોત્સાહન મળે અને બાળકોનું પાયાગત શિક્ષણ સુદ્રઢ બને એવા ઉમદા આશયથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ – અમદાવાદ દ્વારા ‘શાળા વ્યવસ્થાપન સમિતિ નવસંસ્કરણ શિબિર’ અને ‘શ્રેષ્ઠ શાળા સન્માન’ તેમજ ‘શિક્ષણ સરિતા’ પ્રકલ્પ શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દીકપાલસિંહ ચુડાસમાએ કાર્યક્રમના માધ્યમથી જણાવ્યું હતું કે આપણા યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતાનાં શિક્ષણ યજ્ઞથી નામાંકનમાં સફળતા મળી તેને આગળ ધાપાવતા અદાવાદ જિલ્લાની શાળાઓમાં શિક્ષણ સરિતા પ્રકલ્પ શુભારંભ કરવામાં આવી રહ્યો છે.





