
ફ્રી બસ પાસ અને સ્કોલરશિપ સહિત ૧૩ મોટી જાહેરાત રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા એલડી ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના માટે રૂ.૫૧ કરોડની જાેગવાઇ કરું છું.બજેટમાં શિક્ષણ માટે રૂપિયા ૬૩,૧૮૪ કરોડ ફાળવાયા.રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બિલ્ડીંગ અને અન્ય માળખાગત સુવિધાઓને આધુનિક બનાવાશે.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ગાંધીનગર સ્થિત વિધાનસભા સત્રમાં રાજ્યનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી તરીકે સળંગ ૫ મી વખત અંદાજપત્ર રજૂ કરીને તેમણે ગુજરાતના રાજકારણમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. રાજ્યની ભાવિ પેઢીના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા અને વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું માળખું પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ વર્ષના કુલ ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયાના વિક્રમી બજેટમાં શિક્ષણ વિભાગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ૯૭૪ કરોડ રૂપિયાની પુરાંત ધરાવતા આ બજેટમાં માત્ર શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે જ કુલ ૬૩,૧૮૪ કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ માટે બસ પાસથી લઈને સ્કોલરશિપ સુધીની અનેક કલ્યાણકારી જાહેરાતો કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ માટે બજેટ ૨૦૨૬ ની ૧૩ સૌથી મોટી જાહેરાતો વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયોને શૂન્ય પર લાવવા અને સરકારી શાળાઓને હાઇટેક બનાવવા માટે બજેટમાં નીચે મુજબની મહત્વપૂર્ણ જાેગવાઈઓ કરવામાં આવી છે:
મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ: રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બિલ્ડીંગ અને અન્ય માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે ૩૦૫૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
નમો લક્ષ્મી અને RTE: કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી નમો લક્ષ્મી યોજના ના અસરકારક અમલીકરણ માટે ૧૨૫૦ કરોડ રૂપિયા, જ્યારે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ભણતા ગરીબ બાળકો માટે ૮૨૭ કરોડ રૂપિયાની જાેગવાઈ કરાઈ છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક.અલ્પાહાર યોજના: શાળામાં ભણતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને આ યોજના પાછળ ૫૯૮ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન: પી.એમ. પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજનને વધુ શુદ્ધ અને સાત્વિક બનાવવા માટે રાજ્યના ૭૪ તાલુકાઓમાં હાઇટેક અને સેન્ટ્રલાઇઝડ કિચન (રસોડા) બનાવવામાં આવશે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના: વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) માં અભ્યાસ કરતા આશરે ૨,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ૨૫૦ કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાશે.
રેસિડેન્શિયલ સ્કૂલ્સ: ગરીબ અને તેજસ્વી તારલાઓ માટે કાર્યરત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ ના સંચાલન માટે ૨૨૩ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે ફ્રી બસ પાસ: ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં અભ્યાસ માટે અપડાઉન કરતા અંદાજિત ૧૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે એસ.ટી. નિગમની બસોમાં મફત મુસાફરી (બસ પાસ ફી કન્સેશન યોજના) માટે ૨૨૩ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.
શાળાઓમાં સ્વચ્છતા સહાય: રાજ્યની ૩૧,૭૯૦ જેટલી શાળાઓમાં સ્વચ્છતા અને હાઇજીન જાળવવા માટે અપાતી ગ્રાન્ટમાં બમણો વધારો કરીને ૧૩૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
સંકલિત શાળાઓનું નિર્માણ: ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં હવે એક જ કેમ્પસમાં બાલવાટિકાથી લઈને ધોરણ ૧૦ સુધીનું સળંગ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે નવા બાંધકામો પાછળ ૧૨૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
મફત પાઠ્યપુસ્તક વિતરણ: રાજ્યભરની પ્રાથમિક શાળાના અંદાજે ૫૨ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પૂરા પાડવા માટે ૧૧૯ કરોડ રૂપિયાની જાેગવાઈ કરાઈ છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY): ઉચ્ચ શિક્ષણ મેળવતા ૧૮ લાખ જેટલા યુવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સહાય માટે ૧૧૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
જ્ઞાન સાધના સ્કોલરશિપ: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ રાજ્યના ૧ લાખ હોશિયાર વિદ્યાર્થીઓને મેરિટના આધારે સ્કોલરશિપ આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયા નક્કી કરાયા છે.
દીકરીઓ માટે સેનેટરી નેપકિન: ધોરણ ૬ થી ૧૨ માં અભ્યાસ કરતી ૯.૭૨ લાખ વિદ્યાર્થીનીઓના આરોગ્યની જાળવણી માટે મફત સેનેટરી નેપકિન પૂરા પાડવા ૪૭ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રૂપિયો ક્યાંથી આવશે?
કેન્દ્રીય વેરામાંથી ૧૪.૨%
બિન કરવેરા આવકમાંથી ૭.૪%
રાજ્ય કરવેરા આવકમાંથી ૨૦.૮%
ય્જી્માંથી ૧૯.૮%
જનતા પાસેથી ૨.૫%
રિકવરી ઓફ લોન એડવાન્સમાંથી ૫.૭%
રૂપિયો ક્યાં ખર્ચાશે?
બિન વિકાસલક્ષી ખર્ચ ૨૨%
વિકાસલક્ષી ખર્ચ ૬૪.૯%
જાહેર દેવાની ચુકવણી પાછળ ૧૦.૭%
લોન અને એડવાન્સમાં ૧.૭%
કુલ ચોખ્ખી લેવડ-દેવડમાં ૦.૩%
કયા વિભાગમાં કેટલો ખર્ચ?
શિક્ષણ,રમત-ગમતમાં ૨૦%
એગ્રીકલ્ચર ઈરિગેશનમાં ૧૭%
ઉર્જા,ઉદ્યોગ અને ખાણમાં ૧૦%
હાઉસિંગ અને અર્બન ડેવલોપમેન્ટમાં ૧૭%
આરોગ્ય પાછળ ૧૯%




