
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમા મોંધવારી, બેકારી અને ગુન્હાખોરીની સાથે સાથે પેટ્રોલ, ડીઝલ, ગેસ ના વધેલા ભાવો અને સર્જાયેલી અછત થી કંટાળેલી જનતા ના વિરોધ વંટોળ વચ્ચે આવનારી SMC ની ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટી ધ્વારા બબ્બે ટર્મથી ચૂંટાયેલા વિજય ચૌમાલ ને બદલવામાં નહીં આવે તો ચૂંટણીનું આવનારું પરિણામ કદાચ ભારતીય જનતા પાર્ટી માટે આશ્ચર્યજનક બની રહે તો નવાઈ નહીં રહે?
અને એવો જ એક વિવાદાસ્પદ BJP નો ચહેરો એટલે વોર્ડ નં.૧૯ આંજણા-ડુંભાલમા છેલ્લા બે ટર્મથી ચૂંટાતો વિજય ચૌમાલ. આ વિજય ચૌમાલ BJP ની ટિકિટ ઉપર છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી ચૂંટાઈને સુરત મ.ન.પા મા વોર્ડ નં. ૧૯ ના મતદારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ત્યારે હાલમા આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમા જો BJP ધ્વારા વિજય ચૌમાલને ટિકિટની ફાળવણી કરવામાં આવશે તો માત્ર વોર્ડ નં. ૧૯ ના મતદારોનો જ નહીં પરંતુ BJP પાર્ટીના જ અન્ય કાર્યકરો ધ્વારા પણ વિરોધનો ભોગ બનવું પડે તો નવાઈ નહીં. આ વિજય ચૌમાલ વિરુધ્ધ લાંચ રૂસ્વત માંગવાના કેસ નં. ૯૦/૨૦૨૦ નો કેસ સુરતની કોર્ટમા ચાલી રહેલ છે. જેની અગાઉ તા.૦૪/૦૪/૨૦૨૬ ની મુદત હતી અને આ કેસની આગામી મુદત તા.૦૨/૦૫/૨૦૨૬ છે. જેમાં વિજય ચૌમાલ પોતે વિજય થયા હોય તેવી જાહેરાત કરી વોર્ડના મતદારોને ગેરમાર્ગે અને ભરમાવા કરી રહેલ છે. ખરેખર તો આવી ખોટી જાહેરાત કરવી કોર્ટનો અનાદર છે. જ્યારે કોર્ટમા કેસનો નિકાલ જ ના થયેલ હોય ખોટી જાહેરાત CONTEMPT OF COURT ગણાય. વિજય ચૌમાલ જાહેરમા લોકોને જણાવે છે કે તેઓના કારણે જનતા સલામત છે. તેવા વણગાં ફૂંકી રહેલ છે. હકીકતમા આ વિસ્તારના હિન્દુ કે મુસ્લિમ લોકો ભાઈચારાની ભાવનાથી જીવી રહ્યા છે ત્યારે ખોટી ઉશ્કેરણી કરવી કે લોકોને ગેરમાર્ગે દોરવા એ પણ એક ફોજદારી ગુનો બને છે. આમ છેલ્લા બે ટર્મથી RSS સંધ ના વિજય ચૌમાલના ગોડફાધરના ભલામણના જોરે BJP ની ટિકિટ મેળવીને વોર્ડ નં.૧૯ નું પ્રતિનિધિત્વ કરનાર વિજય ચૌમાલ ને જો ચૂંટણીમા ફરી ટિકિટ મળશે તો લોઢાં ના ચણા ચાવવા પડશે અને BJP એ સીટો ગુમાવવાનો પણ વારો આવે તો નવાઈ નહીં એટલી હદે વોર્ડ નં.૧૯ ના મતદારોમા વિજય ચૌમાલનો વિરોધ વધી રહ્યો છે.
તેમ છતાં જો RSSના ગોડફાધરો વિજય ચૌમાલ ને ટિકિટ ફાળવવા પાર્ટી ઉપર દબાણ કરશે તો RSS ના માંધાતાઓને પણ જનતાના વિરોધનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આમ સ્થાનિકોમા વિજય ચૌમાલ નો થઈ રહેલો વિરોધનો નીકળતો ધુમાડો આગનો ભડકો બની BJP ને દઝાડશે એ નિર્વિવાદ છે. પણ વિજય ને વિજયની વરમાળા ને બદલે કારમી હારનો સામનો ના કરવો પડે તો નવાઈ નહીં. જો વિજય ચૌમાલનો વોર્ડના મતદારોનો વિરોધ છતાં ઉમેદવાર બનાવામા આવશે તો તેની વિરુધ્ધ અન્ય અપક્ષ ઉમેદવારો તેની સામે ચૂંટણી જંગમા જંપલાવશે એમ જાણવા મળેલ છે.




