
અંશુલાની સગાઈમાં ભાવુક થયા ફિલ્મ નિર્માતા બોની કપૂર અંશુલા અને રોહનની સગાઈમાં અનિલ કપૂર, સોનમ કપૂર, હર્ષવર્ધન કપૂર, સહિત પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ હાજર રહ્યા. ફિલ્મ નિર્માતા બોની કપુરની પુત્રી અને એક્ટર અર્જુન કપુરની બહેન અંશુલા કપુરે હાલમાં જ પોતાના લાંબા સમયના બોયફેન્ડ રોહન ઠક્કર સાથે સગાઈ કરી હતી. શનિવારે અંશુલાના સગાઈ સમારોહની તસવીરો શેર કરી હતી. આ સમારોહમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો સામેલ થયા હતા. અંશુલાએ તેના ખાસ દિવસે સ્વર્ગસ્થ માતા મોનાની તસવીર પણ એક ખુરશીમાં રાખી હતી. અંશુલાની સગાઈના કાર્યક્રમમાં મહીપ કપુરે માતા તરીકેની સંપૂર્ણ ફરજાે નિભાવી હતી. બોની કપૂરના નાના ભાઈ સંજય કપૂરની પત્ની મહિપ કપૂરે અંશુલાની સગાઈના ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. તેમાંથી એક તસવીરે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયોમાં, મહિપ અંશુલા અને રોહન સાથે તેલ મઢા વિધિ કરતી જાેવા મળે છે. આ વિધિ સામાન્ય રીતે કન્યા અને વરરાજાના પરિવારની મોટી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં માતા, દાદી, કાકી અને ભાભીઓનો સમાવેશ થાય છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી, જેમાં ઘણા લોકોએ અંશુલાની માતા, નિર્માતા મોના શૌરી કપૂરના સ્થાને અંશુલાની ‘માતા તરીકેની ફરજાે’ નિભાવવા બદલ મહિપની પ્રશંસા કરી હતી.બોની કપૂર પણ તેમની પુત્રી અંશુલાની સગાઈ પર ભાવુક થયેલા જાેવા મળ્યા હતા. આ દરમિયાન તેમની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી. અંશુલાએ તેના પિતા સાથેના ઘણા ફોટા અને વીડિયો પણ શેર કર્યા હતા. એક વીડિયોમાં બોની કપૂર તેમની પુત્રી અંશુલાને ભાવનાત્મક સ્મિત સાથે જાેતા જાેવા મળે છે. ત્યાર બાદ તેઓ દિકરીના હાથને ચુંબન કરે છે. તેઓ અંશુલા સાથે ડાન્સ કરતાં પણ જાેવા મળે છે, અને પછી તેને ગળે લગાવે છે. અંશુલાએ આ સુંદર વિડીયો હૃદયસ્પર્શી કેપ્શન સાથે શેર કર્યાે હતો. અંશુલાએ લખ્યું, ‘પાપા બોની કપૂર સાથે મારો પહેલો ડાન્સ.’ તેમની આસપાસ ફરવાથી મને ફરીથી નાની બેબી જેવો અનુભવ થયો. ચોક્કસપણે તે રાતની મારી પ્રિય યાદોમાંની એક. લવ યુ, પાપા.’અંશુલાની સગાઈમાં આખો કપૂર પરિવાર હાજર રહ્યો હતો. અંશુલા અને રોહનની સગાઈમાં અનિલ કપૂર, સોનમ કપૂર, હર્ષવર્ધન કપૂર, જ્હાન્વી કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર સહિત પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ હાજર રહ્યા હતા. એક એવા પણ સમાચાર છે કે, અંશુલા અને રોહન આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. જાેકે, કપૂર પરિવારે આ અંગે સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી.
