
રાજ્યમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ સરકાર સામે બાંયો ચઢાવી.સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું માગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.રાજ્યમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. ગઈકાલે સુરતમાં દક્ષિણ ગુજરાતની પાંચ હજાર જેટલી આંગણવાડીની બહેનોએ રેલી કાઢી પોતાની વિવિધ માગો મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે પાટણમાં આશાવર્કર બહેનોએ પોતાની પડતર માગોને લઈને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
પાટણમાં આશાવર્કર બહેનોએ સરકાર સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. પોતાની પડતર માગોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ૧૧ મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. આશાવર્કર બહેનોએ ઓનલાઈન કામગીરી બંધ કરવાની માગ કરી હતી. જાે આ માગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજ્યના તમામ ધારાસભ્યો પાસે ઓનલાઈન કામ કરાવો જાે તેઓ સફળ થાય તો આશા વર્કર બહેનોને ઓનલાઈન કામગીરી સોંપો.
આશા વર્કર બહેનોએ ઓનલાઈન કામગીરી સ્થગિત કરવાની માગ કરી હતી. આ ઉપરાંત સમાન કામ સમાન વેતન વેતનનો કાયદો લાગુ કરવા, ઇનસેન્ટિવ પ્રથા રદ કરવા, કાયમી કર્મચારી બનાવવા સહિતના ૧૧ મુદ્દાઓને લઈને તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભારે સુત્રોચ્ચાર કરી રહેલી આશાવર્કર બહેનોએ માગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
