
રાજ્યમાં દીપડાઓ માટે બનશે નવું અભયારણ્ય.રતનમહાલમાં વાઘના સંરક્ષણ માટે ગ્રામજનોને અપાશે તાલીમ.વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન રતનમહાલ અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ‘ની બેઠક મળી હતી. જેમાં રાજ્યના પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિ માટે મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ બેઠક અંગે મીડિયાને સંબોધતા રાજ્યમાં વાઘની હાજરીથી લઈને દીપડાઓના સંરક્ષણ સુધીની મહત્વની વિગતો શેર કરી હતી.
વન મંત્રીએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન રતનમહાલ અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે. આ ગુજરાત માટે ગૌરવની વાત છે. વાઘના કાયમી વસવાટ અને સુરક્ષા માટે વન વિભાગે નીચે મુજબનું આયોજન કર્યું છે:વાઘના સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભૂમિકા મહત્વની રહેશે. આ હેતુથી દ્ગ્ઝ્રછની સહભાગીતા સાથે સ્થાનિક લોકો માટે ‘કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ‘નું આયોજન કરવામાં આવશે. સાથે જ, રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઈકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા પણ સૂચના આપવામાં આવી છે. પ્રવાસીઓની વધતી સંખ્યાથી વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તે માટે ટૂંક સમયમાં નવી ‘વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ‘ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં દીપડાઓની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને, રેસ્ક્યુ કરાયેલા અને અન્ય દીપડાઓ માટે એક અલગ અભયારણ્ય બનાવવાની દિશામાં પણ બેઠકમાં ગંભીર ચર્ચા થઈ હતી. આ માટે યોગ્ય સ્થળની પસંદગી આગામી સમયમાં કરવામાં આવશે.




