
સિંગતેલના ડબ્બાનો ભાવ ૩ હજારને પાર પહોચ્યો માર્કેટમાં મગફળીની અછતે કારણે સિંગતેલના ભાવ વધ્યા વેપારીઓનું કહેવું છે કે, સરકારે ખરીદેલી મગફળી જાે માર્કેટમાં આવે તો તેલના ભાવમાં અંકુશ આવી શકે છે સમગ્ર ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. રાજકોટમાં ખૂલતા બજારે સિંગતેલના ડબ્બાનો ભાવ ૩ હજારને પાર પહોંચી ગયો છે. દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલના ડબ્બામાં ૬૦૦ રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. જે સિંગતેલનો ડબ્બો દિવાળી સમયે ૨૨૫૦ રૂપિયાનો હતો, તે હવે ૧૫ કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ ૩ હજારને પાર પહોંચ્યો છે. સરકારે ખરીદેલી મગફળી ખુલ્લા બજારમાં ન મુકતાં અછત સર્જાઈ હોવાનું વેપારીઓનું કહેવું છે.
રાજ્યમાં મગફળીનું ઉત્પાદન ૨૦ થી ૨૫ ટકા વધ્યું છતાં સીંગતેલના ભાવ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં ગત વર્ષે ૬૦ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. સિંગતેલનો ડબ્બો ૩૦૦૦ રૂપિયાને પાર પહોંચ્યો છે. ગત વર્ષે મગફળીમાં વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેના કારણે પીલાણ યુક્ત મગફળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળીના ભાવ વધતા સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ વર્ષે મગફળીની સીઝન સારી હોવા છતાં સિંગતેલના ભાવમાં દિવાળી બાદ સતત અને નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલના ભાવમાં રૂ.૫૫૦થી રૂ.૬૦૦ જેટલો તોતિંગ ઉછાળો નોંધાયો છે, જેના કારણે સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગૃહિણીઓ માટે ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે.દિવાળી બાદ ભાવમાં શરૂઆતમાં માત્ર રૂ.૫૦નો સામાન્ય વધારો નોંધાયો હતો, પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં જ આ વધારો તેજીથી વધી ને રૂ.૫૫૦ સુધી પહોંચી ગયો છે. ૧૫ કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ દિવાળી સમયે આશરે રૂ.૨૨૫૦ હતો, જે હવે વધીને રૂ.૩૦૦૦ પાર પહોંચી ગયો છે. એટલે કે, માત્ર ત્રણ મહિનામાં લગભગ ૩૦ ટકા જેટલો વધારો નોંધાયો છે, જે ગ્રાહકો માટે ચિંતાજનક સ્થિતિ ઉભી કરી રહ્યો છે.
તેલ વેપારી એસોસિએશનના પ્રમુખ કિરીટ શાહના જણાવ્યા અનુસાર, આ વર્ષે મગફળીનું કુલ ઉત્પાદન અંદાજે ૪૦ લાખ મેટ્રિક ટન થયું હતું. તેમ છતાં, સરકાર દ્વારા ટેકાના ભાવે આશરે ૧૮ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ જથ્થો હજુ સુધી ખુલ્લા બજારમાં ઉપલબ્ધ ન થતાં મગફળીની અછત સર્જાઈ રહી છે, જેના સીધા પ્રભાવરૂપે સિંગતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.




