
૧૬ નવી સરકારી કોલેજાે બનશે.ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની ૩૦૦૦ જેટલી બેઠકો વધશે.૧૬ નવી કોલેજાેમાંથી ૮ કોલેજાે આદિજાતિ વિસ્તારોમાં અને ૮ કોલેજાે બિન-આદિજાતિ વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે.ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રાજ્યમાં ૧૬ નવી સરકારી કોલેજાે શરૂ કરવાની અને ૮ હયાત કોલેજાેમાં નવા શૈક્ષણિક પ્રવાહોઉમેરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ પગલાથી આગામી શૈક્ષણિક વર્ષમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અને લૉમાં કુલ ૩૦૦૦થી વધુ નવી સરકારી બેઠકો ઉપલબ્ધ થશે, જેનો સીધો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે.આ આયોજન અંતર્ગત અમદાવાદ જિલ્લાના શિક્ષણ માળખામાં પણ વધારો થશે.
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક સંપૂર્ણ નવી સરકારી કોલેજ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, માંડલની સરકારી કોલેજમાં નવો કોમર્સ પ્રવાહ શરૂ કરવામાં આવશે. આમ, અમદાવાદ જિલ્લાને એક નવી કોલેજ અને એક નવા પ્રવાહ સાથે કુલ બે કોલેજાેની સુવિધા મળશે.સરકારના આયોજન મુજબ, ૧૬ નવી કોલેજાેમાંથી ૮ કોલેજાે આદિજાતિ વિસ્તારોમાં અને ૮ કોલેજાે બિન-આદિજાતિ વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે. હાલમાં આ કોલેજાે અન્ય સરકારી બિલ્ડિંગો અથવા શાળાઓના સંકુલમાં શરૂ કરવાનું આયોજન છે. નવી ૧૬ કોલેજાેને કારણે આશરે ૨૦૦૦ બેઠકો અને હયાત ૮ કોલેજાેમાં નવા પ્રવાહો શરૂ થવાથી બીજી ૧૦૦૦ બેઠકોનો વધારો થશે.




