
એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરોધ મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત કુવૈત અને દુબઈના વિસ્તારોમાં કરવામાં આવેલા હુમલાઓના સંદર્ભમાં ભારતનું આ નિવેદન મહત્વનું છે મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વચ્ચે PM મોદીની એક્શનમાં છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાતચીત, ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાની નિંદા કરી હતી. મિડલ ઇસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ભારત આ મામલે અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.
શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, વાતચીત દરમિયાન તેમણે પ્રદેશના ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. ઈરાન દ્વારા તાજેતરમાં કુવૈત અને દુબઈના વિસ્તારોમાં કરવામાં આવેલા હુમલાઓના સંદર્ભમાં ભારતનું આ નિવેદન અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
બંને નેતાઓ વચ્ચે સહમતી સધાઈ છે કે, દરિયાઈ માર્ગો સુરક્ષિત રહેવા જાેઈએ જેથી વૈશ્વિક વેપાર પર અસર ન પડે. હોરમુઝની ખાડી અને અન્ય મહત્વના જળમાર્ગો ખુલ્લા રાખવા વિશ્વ માટે અનિવાર્ય છે. સાઉદી અરેબિયામાં વસતા ભારતીયોના કલ્યાણ માટે ઁસ્ એ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો.
આ અગાઉ ૨૪ માર્ચના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વડાપ્રધાન મોદીએ લાંબી ચર્ચા કરી હતી. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, યુદ્ધ વહેલી તકે અટકે અને શાંતિ પુન:સ્થાપિત થાય. ખાસ કરીને હોરમુઝની ખાડી સુરક્ષિત અને સુલભ રહે તે માટે ભારત સતત વૈશ્વિક નેતાઓ સાથે સંપર્કમાં છે.
નોંધનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી અત્યાર સુધીમાં PM મોદી અનેક વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. પશ્ચિમ એશિયામાં ભારતનું હિત ઉર્જા સુરક્ષા (ક્રૂડ ઓઈલ સપ્લાય) સાથે જાેડાયેલું હોવાથી આ પ્રદેશમાં શાંતિ ભારત માટે પ્રાથમિકતા છે.




