
ઝુંડાલ ગરનાળામાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન.પેરાફીટ તૂટતા રિવરફ્રન્ટ પર ગ્રીન વેસ્ટના ઢગલા જાેવા મળી રહ્યા છે AMC દ્વારા ગ્રીન વેસ્ટને હટાવવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી.ગઈકાલે અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાઓ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. ત્યારે શહેરના ઝુંડાલ ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી છે. વરસાદી પાણી ભરાતા બંને તરફના માર્ગો બંધ કરવામાં આવ્યા છે. ગઈકાલે ગરનાળામાં વાહનો ફસાયા હતા. વરસાદે વિરામ લીધાના અનેક કલાકો બાદ પણ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી.
બીજી તરફ અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. જેને લઈને સહેલાણીઓ માટે રિવરફ્રન્ટ વોક વે બંધ કરવામાં આવ્યો છે. ગઈકાલે પાણીના પ્રવાહમાં વોક વેની પેરાફીટ પણ તૂટી ગઈ છે. પેરાફીટ તૂટતા રિવરફ્રન્ટ પર ગ્રીન વેસ્ટના ઢગલા જાેવા મળી રહ્યા છે. AMC દ્વારા ગ્રીન વેસ્ટને હટાવવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ધરોઈ ડેમમાંથી ૬૪,૧૪૪ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. પાણીનું લેવલ જળવાઈ રહે તેની તકેદારી માટે AMC ટીમ ખડે પગે જાેવા મળી રહી છે.




