
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત જિલ્લા હરીજન સેવા મંડળના ઉપપ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના ઉપપ્રમુખ અને સેવાભાવી વાલ્મિકી સમાજના આગેવાન અમૃતભાઈ સોલંકી ના પુત્ર શશીકાંત સોલંકી નું તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. શશીકાંત સોલંકી D.E સિવિલ થયો હતો અને બાંધકામ ક્ષેત્રે સારી કામગીરી કરી રહેલ હતા. તેઓ તા.૦૯/૦૨/૨૦૨૬ ના રોજ થી કમળાની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓના પિતા અમૃતભાઈ સોલંકીએ સુરત શહેરની મોટી મોટી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. પરંતુ શશીકાંત ને બચાવી શક્યા નથી. શશીકાંત સોલંકીની બેસણાની વિધિ ૦૬/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના ૪:૦૦ કલાકે ઓરણા મુકામે રાખવામા આવેલ છે.
ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, મેડિકલ કોલેજ સુરત ના પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગના નિવૃત્ત પ્રોફેસર ડો.એસ.એલ.કંથારીયા, ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજના કાર્યકારી પ્રમુખ શશિકાંત સોલંકી, ઉપપ્રમુખ સતિષભાઈ સોલંકી, એડવોકેટ અશ્વિન બી. વૈષ્ણવ, હિતેશભાઈ વાઘેલા ભાદા વિગેરે એ મહરૂમ આત્માને શ્રધ્ધાંજલિ આપી તેઓના આત્માને જગત નિયંતા પરમેશ્વર શાંતિ આપે અને તેઓના પરિવાર પર આવી પડેલ વિપદા સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાથના કરીએ છીએ.




