
મુખ્યમંત્રીને RTI એક્ટિવિસ્ટે ફરિયાદ કરતાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ફાઇલ ગુમ થયાનો જવાબ માંગ્યો છ.વડોદરા કોર્પોરેશનમાંથી મહત્વની ૧૫૦ ફાઇલો ગુમ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ પણ ગુમ થઈ છે. મ્યુનિ કમિશનરના બંગલા પાસે આવેલી કેમ્પ ઓફિસથી ફાઇલ ગુમ થતાં આશ્ચર્ય સર્જાયું છે. મુખ્યમંત્રીને RTI એક્ટિવિસ્ટે ફરિયાદ કરતાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ફાઇલ ગુમ થયાનો જવાબ માંગ્યો છે. આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કનો પ્રોજેક્ટ હાલમાં વિવાદમાં છે. પ્રોજેક્ટના વિવાદ વચ્ચે ફાઇલ ગુમ થતા મોટા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. મહત્વની ફાઇલ ગુમ કરીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો કારસો રચાયો હોવાની આશંકા છે. આટલા મોટા પ્રોજેક્ટની ફાઇલ ગુમ થવા છતાં હજી સુધી પોલીસ ફરિયાદ પણ નથી કરી. શું આ ફાઇલ માટે કમિશનર અરુણ મહેશ બાબુ પોલીસ ફરિયાદ દાખલ કરાવશે તેવો સવાલ સામાજિક કાર્યકર પૂછી રહ્યા છે.
તો આ મામલે પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે, કોઈ જવાબ આપવા ના પડે, ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે તે માટે ફાઇલ ગુમ કરી દેવાઈ, આતાપીની જગ્યા કોર્પોરેશને માત્ર ૨૫ લાખ રૂપિયામાં આપી દીધી, આ જગ્યા મૂળ આતાપીને નથી આપી, આ જગ્યા તો સરકારના વિભાગને આપી છે. મહત્વની વાત છે કે જે કેમ્પ ઓફિસમાંથી એક કાગળ પણ ગાયબ ના થઈ શકે ત્યાં આખેઆખી ફાઈલ કેવી રીતે ગુમ થઈ ગઈ તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મનપા ઓફિસથી ફાઈલ ગુમ થવાનો મામલે પાલિકાના મ્યુનિ કમિશનર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે, ફાઈલ ગુમ થવા મામલે મને જાણ થઈ છે. ફાઈલ મારા સમયમાં ગુમ નથી થઈ. હું પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ પાસેથી જવાબ માંગીશ. ફાઈલ ગુમની તપાસ સોંપવામાં આવશે. જરૂર પડશે તો આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાશે. આટલા મોટા પ્રોજેક્ટની ફાઇલ ગુમ થવા છતાં હજી પોલીસ ફરિયાદ કરાઈ નથી. શું આ ફાઇલ માટે કમિશનર અરુણ મહેશ બાબુ પોલીસ ફરિયાદ દાખલ કરાવશે?
