
NHAI જાહેર શૌચાલયની જાળવણી કરવા સક્ષમ નથી : કોર્ટ. કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે, NHAI જાહેર શૌચાલયની જાળવણી કરવા સક્ષમ નથી. જસ્ટિસ અમિત રાવલ અને પીવી બાલાકૃષ્ણનની એક ડિવિઝન બેન્ચે પેટ્રોલ પંચ પર ઉપલબ્ધ ટોઈલેટનો ઉપયોગ કરવા મામલે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, હાઈવે પર જાે કોઈ શૌચાલય મળે તો પણ તે પગ મૂકવા લાયક પણ હોતું નથી. જસ્ટિસ રાવલે જયપુરથી રણથંભોરનો પોતાનો પ્રવાસ યાદ કરતાં કહ્યું કે, મને રસ્તામાં એક પણ શૌચાલય મળ્યુ નહીં. રસ્તામાં ઓવર સ્પિડિંગ માટે ચાર મેમો આવ્યા. અમે જાહેર શૌચાલયની શોધમાં ગાડીની સ્પીડ વધારી અને ચાર મેમો આવ્યા. પેટ્રોલ પંપના માલિકોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે, અમારૂ શૌચાલય જાહેર જનતા માટે ખુલ્લુ મુકી શકીએ નહીં. હાઈવે પર પબ્લિક ટોઈલેટની જવાબદારી એનનએચએઆઈની છે. હાઈકોર્ટે અન્ય દેશોની તુલનાએ ભારતમાં જાહેર શૌચાલયની ઉપલબ્ધતા અત્યંત ઓછી હોવાની ટિપ્પણી કરી છે. જસ્ટિસ રાવલે જણાવ્યુ કે, આ કામગીરી NHAI ની છે. જાે તમે વિદેશ જાઓ છો, તો થોડા-થોડા અંતરે તમને એક સ્ટોપ મળશે. જ્યાં તમે ચા-કોફી પી શકો છો, શૌચાલયનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આપણે ત્યાં આવુ નથી. જે હાઈવે પર જાહેર શૌચાલય છે, તે પણ બેકાર છે. જેના લીધે બધો બોજાે પેટ્રોલ પંપ પર આવે છે. આ આપણું દુર્ભાગ્ય છે. કેરળ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને સિંગલ જજ બેન્ચના આ આદેશને પડકાર્યો હતો. જેમાં આદેશ આપવામાં આવ્યો હતો કે, હાઈવે પર પેટ્રોલ પંપના શૌચાલય સામાન્ય જનતાના ઉપયોગ માટે ખુલ્લા મૂકવા જાેઈએ. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતાં સિંગલ જજની બેન્ચના નિર્દેશોમાં સુધારો કર્યો હતો. તેમણે કહ્યું કે, જે ફ્યુલ સ્ટેશન હાઈવે પર નથી, તે સામાન્ય જનતાને પોતાના શૌચાલયનો ઉપયોગ કરતાં રોકી શકે છે.
