
સોમનાથ સ્વાભિમાન યાત્રા ઉજવણી.સોમનાથના આંગણે સ્વાભિમાનનો શંખનાદ.૮ થી ૧૧ જાન્યુઆરી વચ્ચે યોજાનારા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ સોમનાથ ખાતે આગામી ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સ્વાભિમાન પર્વની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા માટે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ જાતે જ સદભાવના ગ્રાઉન્ડ અને અન્ય સ્થળોની મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે.
ઐતિહાસિક રોડ-શો અને સ્વાભિમાન યાત્રા આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ હશે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાન ૧૦૮ અશ્વોના શાહી કાફલા સાથે ‘સ્વાભિમાન યાત્રા‘ યોજશે, જે સોમનાથ મંદિરથી સદભાવના ગ્રાઉન્ડ સુધી નીકળશે. ૧૦ જાન્યુઆરીની સાંજે વડાપ્રધાન સોમનાથ પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.૧૧ જાન્યુઆરીએ વહેલી સવારે સોમનાથ દાદાને જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા કરશેસોમનાથ કોરિડોર વડાપ્રધાનની આ મુલાકાત માત્ર ધાર્મિક જ નહીં પણ વિકાસની દ્રષ્ટિએ પણ મહત્વની છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ‘સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ‘ પર મોટો ર્નિણય લેવાય તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટની ફાઈનલ ડિઝાઈન પર મંજૂરીની મહોર વાગી શકે છે, જે સોમનાથના કાયાકલ્પમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને ધાર્મિક વિધિ આ કાર્યક્રમને પગલે સમગ્ર સોમનાથમાં ૩૫૦૦ થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૧ જાન્યુઆરીની વહેલી સવારે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ નમાવશે. તેઓ પરંપરાગત રીતે જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા કરી રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરશે. ત્યારબાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતેથી તેઓ જંગી જનમેદનીને સંબોધશે.




