
ગુજરાતના ગોધરા કાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ 14 સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. તેમને 150 CISF જવાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે SITના ભલામણ રિપોર્ટના આધારે 14 સાક્ષીઓની સુરક્ષા દૂર કરવાનો નિર્ણય લીધો છે. ગોધરા ઘટના પર રચાયેલી SIT એ 10 નવેમ્બર, 2023 ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવા માટે પોતાનો અહેવાલ આપ્યો હતો.
આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવામાં આવી હતી
૧-હબીબ રસૂલ સૈયદ
૨- અમીનાબેન હબીબ રસૂલ સૈયદ
૩-અકીલાબેન યાસીનમીન
૪-સૈયદ યુસુફ ભાઈ
૫-અબ્દુલભાઈ મરિયમ અપ્પા
૬-યાકુબ ભાઈ નૂરન નિશાર
૭-રજકભાઈ અખ્તર હુસૈન
૮- નાઝીમભાઈ સત્તારભાઈ
9-માજીદભાઈ શેખ યાનુશ મહમદ
૧૦-હાજી મયુદ્દીન
૧૧- સમસુદ્દીન ફરીદા બાનુ
૧૨-સમુદ્દીન મુસ્તફા ઇસ્માઇલ
૧૩- મદીના બીબી મુસ્તફા
૧૪-ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા.
શું છે ગોધરા ઘટના?
૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ, ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોને લઈ જતી સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી, જેમાં ૫૮ લોકોનાં મોત થયા હતા. આ ઘટના પછી, સમગ્ર રાજ્યમાં મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યા, જેના પછી કેન્દ્ર સરકારે સેના મોકલવી પડી.
સત્તાવાર અંદાજ મુજબ, તે ભારતમાં થયેલી સૌથી ખરાબ સાંપ્રદાયિક હિંસામાંની એક હતી. જેમાં ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિન્દુઓ સહિત ૧૦૪૪ લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ બળાત્કાર, લૂંટફાટ અને મિલકતને નુકસાન પહોંચાડવાના અહેવાલો પણ આવ્યા હતા, જેમાં ઘરો અને દુકાનોને બાળી નાખવાનો સમાવેશ થાય છે. આ ઘટના પછી, લગભગ 2 લાખ લોકો વિસ્થાપિત થયા. તેમાંથી ઘણા પોતાના ઘરે પાછા ફરી શક્યા નહીં અને નવા વિસ્તારોમાં સ્થાયી થયા.
