
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકા ધ્વારા શહેરના પે એન્ડ યુઝ ની ઉપર રેન બસેરા બનાવી નિરાધારોના આધાર બનવાની પહેલ તો કરી હતી. પરંતુ એ બનાવ્યા પછી પણ એની જાળવણી ના કામ માટે કરાતા આંખ આડા કાનને કારણે આજે રેન બસેરાઓની હાલત પણ ખખડધજ મકાનો જેવી થઈ ગઈ છે.
હવે વાત કરીએ કે રેનબસેરા બનાવવાનો જે હેતુ હતો એ આખો હેતુ જ મરી પરવાર્યો હોય એમ સદર તસવીરમાં દેખાતા પરિવારો શહેરના વિવિધ વિસ્તારો જેવાકે સિવિલ ચાર રસ્તા, મજુરા ગેટ, ઉધના દરવાજા, દિલ્હી ગેટ, વરાછા એરિયા માંથી પસાર થતાં ઓવરબ્રિજ નીચે ધામા નાંખીને પડયા પાથર્યા રહેતા હોવાથી બ્રિજ નીચે ગંદકીનું સામ્રાજ્ય તો સર્જાય છે. સાથે સાથે એ પરિવારના સભ્યો મેલા ઘેલા કપડા પહેરી સિગ્નલ પાસે ઊભેલી ગાડીઓ પર બોટલમાંથી પાણી નો ફૂવારો મારી ગંદા કપડાંથી કાચ સાફ કરતાં દ્રશ્યો તો રોજ ના થઈ પડયા છે. અને આવા દ્રશ્યો જો આમ જનતા ને દેખાતા હોય તો ત્યાં ફરજ બજાવતી ટ્રાફિક પોલીસ ને કે શહેર પોલીસ ને કેમ નહીં દેખાતા હોય? શું એમની ફરજ નથી કે આવું ન્યૂસન્સ દૂર કરવું જોઈએ? સાથે સાથે આવા કાચ સાફ કરતા અને કાચ ઠોકી ભીખ માંગવાને કારણે ગાડી ચલાવનારનું ધ્યાન અન્યત્ર દોરાતા અકસ્માત નો બનાવ પણ બનવાના સંજોગો ઊભા થતાં હોવાથી આ ન્યૂસન્સ તાત્કાલિક ધોરણે દૂર કરવું જ રહ્યું.
નાના બાળકો ધ્વારા ભીખ મંગાવતા હોય છે. ગાડી ચાલકનું ધ્યાન સિગ્નલ ઉપર હોય છે અને એવામાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? ચાર રસ્તાઓ ઉપર આ રીતે ગંદકી થાય તે યોગ્ય નથી.




