
તાજેતરમાં શંકાસ્પદ ઘી નો મોટો જથ્થો ઝડપાયો હતો.પાલનપુરના સામઢી મોટાવાસ પાસેથી ૧૬.૭૨ લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું.પોલીસે ૧૫ કિલોના શંકાસ્પદ ઘીના ૧૭૬ ડબ્બા ભરેલા પીકઅપ ડાલા સહિત કુલ રૂ.૧૯.૭૨ લાખના મુદ્દામાલ ઝડપ્યો.પાલનપુર SOG પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના સામઢી મોટાવાસ પાસેથી બાતમીના આધારે અલગ -અલગ માર્કાના ૧૫ કિલોના શંકાસ્પદ ઘીના ૧૭૬ ડબ્બા ભરેલા પીકઅપ ડાલા સહિત કુલ રૂ.૧૯.૭૨ લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુર SOG શાખાના પીઆઈ ડી.એમ.રાઠોડ, જે.જે.સરવૈયા, ઇન્દ્રજીતસિંહ, નટવરભાઈ, માવજીભાઈ, રાજુભાઈ વગેરેની ટીમ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક પીકઅપ ડાલામાં શંકાસ્પદ ઘી ના ડબ્બા લઇને પસાર થનાર છે. જે બાતમીના આધારે SOG પોલીસે સામઢી મોટાવાસથી આસેડા જતા ડામર રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળું પીકઅપ ડાલુ આવતાં તેને ઊભું રખાવી તપાસ કરતાં પીકઅપ ડાલામાંથી અલગ અલગ માર્કાના ૧૫ કિલો શંકાસ્પદ ઘીના ૧૭૬ ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે અંદાજીત કુલ રૂ.૧૬,૭૨,૦૦૦ કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો અને શંકાસ્પદ ઘી ની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું પીકઅપ ડાલું મળી કુલ રૂ.૧૯,૭૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પિકઅપ ડાલાના ચાલક જાલમસિંગ જામસિંગ સોલંકીની અટક કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૬(૧) મુજબ કબજે લઈ ગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી લીધો છે ત્યારે બનાસકાંઠાનું ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર ઊંઘતું ઝડપાયું હોવાની ચર્ચાઓ જામી હતી.પાલનપુર ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં ડીસા વિસ્તારનાં ત્રણ એકમોમાં ઓચિંતી તપાસ હાથ ધરીને શંકાસ્પદ ઘીનો કુલ ૧૪૪૪ કિલો કિ.રૂ.૮,૨૮,૪૯૦નો જથ્થો જપ્ત કર્યાે હતો. જે પેઢીઓ માન્ય પરવાનગી વિના ધંધો કરતી હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં જવાબદારો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



