
બાકી કબજાે પરત સોંપવો પડે.ભાડુઆત માલિકની સંમતિ વગર મિલકતમાં બાંધકામ ન કરી શકે.ગુજરાત હાઈકોર્ટે એક ભાડુઆત દ્વારા મિલકતમાં કરેલા બાંધકામના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો.જ્યારે કોઈ ભાડુઆત મકાન ભાડે લે ત્યારે તેને તે ઘરમાં કે ફ્લેટમાં માત્ર રહેવાનો અધિકાર મળે છે. ભાડુઆત મકાન માલિકની સંમત્તિ વગર કોઈ ભાડુઆત કોઈ બાંધકામ કરી શકે નહીં. આવી ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
હાઈકોર્ટે કહ્યું કે માલિકની સંમતિ વગર ભાડુઆત કોઈ બાંધકામ કરે તો મિલકતનો કબજાે પરત આપવો પડે. ગુજરાત હાઈકોર્ટે ચુદાકામાં જણાવ્યું કે જાે કોઈ ભાડુઆતે ટીવી એક્ટની કલમ ૧૦૮ ના અનુચ્છેડ (ઓ) ની જાેગવાઈ વિરુદ્ધ કૃત્ય કર્યું હોય તો મકાનમાલિક વિવાદીત મિલ્કત સ્થળની સ્થિતિ પરત મેળવવા હકદાર રહે છે.
જસ્ટિસ જે.સી. દોશીએ પોતાના ચુકાદામાં કહ્યું- ભાડા કાયદાની કલમ ૨૩ પ્રમામે ભાડુઆત પોતાના ખર્ચે વીજળી મેળવવા હકદાર છે. આ સિવાય ભાડુઆત મકાનમાલિકની સંપતિ વગર કોઈ કાયમી બાંધકામ કરે તો તે ભાડાની જગ્યા પરત સોંપવા માટેજ વાબદાર છે. આ સાથે કોર્ટે વર્ષોથી ગોડાઉનની મિલકત ભાડે ધરાવતા ભાડુઆતને ચાર સપ્તાહની અંદર મિકલતનો કબજાે મકાનમાલિકને સોંપી દેવાનો આદેશ કર્યો હતો. આ કેસની વાત કરીએ તો પુરાવાના આધારે તે સ્પષ્ટ થયું કે ભાડુઆત દ્વારા ગોડાઉન મિલ્કતમાં દિવાલના પાકા બાંધકામથી તે સ્પષ્ટ થાય છે કે ભાડુઆતે માળખાનો ઉપયોગ મકાનમાલિકની સંપતિ વગર કર્યો છે. હાઈકોર્ટે વર્ષોથી ભાડાપટ્ટે રહેતા ભાડુઆતની રિવીઝન અરજી ફગાવી દીધી હતી.




