
આખી ઘટના જાણીને ગર્વ થશે.ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી પોલીસની કામગીરીથી ખુશ થઈ.ઓસ્ટ્રેલિયાની યુવતીનું બેગ ખોવાઈ જતા ટ્રાફિક પોલીસે તેનું બેગ શોધીને આપ્યું ત્યારે તેની ચિંતા દૂર થઈ હતી.હેરિટેજ સિટીમાં દેશ-વિદેશથી લોકો ફરવા માટે આવતા હોય છે. કોઈને સારો તો કોઈને ક્યારેક કડવો અનુભવ થતો હોય છે. જાેકે અમદાવાદની ટ્રાફિક પોલીસે કરેલી આ કામગીરીથી શહેર પોલીસ પ્રત્યે વિશ્વાસ વધી જાય છે.
આમ તો ટ્રાફિક પોલીસ કોઈને કોઈ કારણસર વિવાદમાં આવતી હોય છે પરંતુ બધા એક જેવા હોતા નથી એવામાં અમદાવાદના ટ્રાફિક ઈ-ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ એવું કામ કર્યું જેથી વિદેશમાં પણ ચર્ચા થશે.
ઘટનાની વાત કરીએ તો ઑસ્ટ્રેલિયાથી એક યુવતી ફરવા માટે અમદાવાદ આવી હતી અને અમદાવાદના ટ્રાફિક ઈ-ડિવિઝન વિસ્તારમાં આ યુવતીનું એક બેગ ખોવાઈ જાય છે. જેથી યુવતી ચિંતામાં આવી જાય છે. કારણ કે યુવતીના પાસપોર્ટ સહિતની વસ્તુઓ બેગમાં હોય છે એવામાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર પુંજીરામ એમની મદદ માટે આવે છે અને તે બેગ શોધવા માટે કામે લાગી જાય છે.
થોડા જ કલાકોમાં તે યુવતીને બેગ પરત મળી જાય છે. જેમાં ૩ ઑસ્ટ્રેલિયાના પાસપોર્ટ, સેમસંગ એસ ૨૪ મોબાઈલ અને કેટલાક ઑસ્ટ્રેલિયાની કરન્સી હતી. જાેકે આ કામગીરીથી યુવતી ખુશ થઈ જાય છે કારણ કે તેની ખોવાયેલી વસ્તુ પાછી મળી જાય છે. આ કામગીરીથી ટ્રાફિક પોલીસની સારી કામગીરી દેખાઈ આવે છે.
ઉલ્લેખનીય છે કે યુવતીનું બેગ ખોવાઈ જતા ટ્રાફિક પોલીસે તેનું બેગ શોધીને આપ્યું. ત્યારે તેની ચિંતા દૂર થઈ હતી. મોબાઈલ અને રૂપિયા તો ઠીક પણ બેગમાં પાસપોર્ટ પણ હતા જેના કારણે યુવતી ટેન્શનમાં મુકાઈ ગઈ હતી. જાેકે ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર પુંજીએ યુવતીની મદદ કરી અને બેગ મળી આવ્યું. જેથી યુવતીના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો.




