
વડોદરાના કોર્પોરેટર આશિષ જાેશીની ધરપકડ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કોર્પોરેટરની દારૂના કેસમાં ધરપકડ આશિષ જાેશી વડોદરા મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૫ માં ચૂંટાયા હતા : તેમના પર દારૂ મંગાવવાનો આરોપ
વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૫ ના કોંગ્રેસના ચૂંટાયેલ કોર્પોરેટર આશિષ જાેશીની સંખેડા પોલીસે ધરપકડ કરી છે.
કોર્પોરેટર ઇંગ્લિશ દારૂ મંગાવવાના મામલે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ અંદાજે ૩ લાખ ૯૬ હજાર રૂપિયાનો દારૂ કવાંટ તરફથી મંગાવવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું.
સંખેડા પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી આરોપી પ્રમોદ પાંડેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્રમોદ પાંડે અને આશિષ જાેશી વચ્ચે મોબાઈલ પર વાતચીત થયાની વિગતો સામે આવી હતી. ત્યાર બાદ સંખેડા પોલીસ વડોદરા પહોંચી હતી અને આશિષ જાેશી અમદાવાદ તરફ નાસી રહ્યા હોવાની માહિતી મળતા અમદાવાદમાંથી તેમની અટકાયત કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઈને સંખેડા કોંગ્રેસના તાલુકા પ્રમુખ યોગેશભાઈએ આક્ષેપો કર્યા કે, આશિષ જાેશી વડોદરાના કોર્પોરેટર છે. તેમને દારૂના કેસમાં સંડોવાયા છે. જ્યારે ભાજપમાં હતા ત્યારે આશિષ જાેશી વાહલા લાગતા હતા. હાલ આશિષ જાેષીની ધરપકડને લઈને કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ સાથે જ તેઓએ ગુજરાત દારૂની રેલમછેલ થાય છે તેવો આક્ષેપ પણ કર્યા છે.
કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, વડોદરા કોર્પોરેટર આશિષ જાેષી જયારે અમદાવાદ એરપોર્ટ પર જતા હતા ત્યારે તેમની અટકાયત કરાઈ હતી. સંખેડા પોલીસે તેઓ અપરાધી હોય એમ એમને ઉંચકીને લઇ આવ્યા હતા. આ કેસ બનાવટી છે.
તો બીજી તરફ સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલે માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના ૨૩ માર્ચની છે. અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે માહિતી મળી હતી કે, ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે અમે વોચ ગોઠવી હતી.
અમારી ટીમે તપાસ કરતા તેમાથી ૨૯૯ નંગ વિદેશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાંથી અંદાજે ૩ લાખનો દારૂનો જથ્થો પકડાયો હતો. તેની સાથે પ્રમોદ નામના ચાલકની અટકાયત કરાઈ છે. જેણે વડોદરાના આશિષ જાેશીનું નામ લીધું હતુ. આશિષ જાેશીનો કોલ રેકોર્ડના આધારે અમે જાણ્યું કે, બંને લોકો સંપર્કમાં હતા.



