Beauty News : ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય સ્કિન કેર રુટીનને ફોલો કરવી જરુરી છે. સ્કિન કેર માટે ફેસવોશ ઉપરાંત ટોનર અને સીરમ પણ જરૂરી હોય છે. ગ્લોઈંગ સ્કિન માટે આ ત્રણ વસ્તુઓને લગાવવી જરૂરી છે. કેટલાક લોકો મુંઝવણમાં રહે છે કે આખરે કયા ફેસ ટોનરનો ઉપયોગ કરવો, જેનાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ બની રહે. આવી સ્થિતિમાં અમે તમારી મૂંઝવણ દૂર કરવા માટે રોઝમેરી અને મિન્ટ ફેસ ટોનર વિશે જણાવીશું. જેને ઘરે જ નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે.
બનાવવાની રીત અને તેના ફાયદા-
જરૂરી સામગ્રી
- 1/2 કપ તાજા રોઝમેરીના પાંન
- 1/2 કપ તાજા ફુદીનાના પાન
- 1 કપ ડિસ્ટિલ્ડ પાણી
- વિચ હેઝલ (વૈકલ્પિક)
ટોનર બનાવવાની રીત
- સૌથી પહેલા રોઝમેરી અને ફુદીનાના પાનને સારી રીતે ધોઈ લો.
- હવે આ પાનને ઝીણા સમારી લો અથવા ક્રશ કરી લો.
- આ પછી એક નાના વાસણમાં ડિસ્ટિલ્ડ પાણીને થોડું ઉકાળી લો.
- તે ઉકળી જાય પછી વાસણને આંચ પરથી ઉતારી લો અને તેમાં પાનને ઉમેરો.
- હવે વાસણને ઢાંકણથી ઢાંકી દો અને પાનને લગભગ 15-20 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળેલા રહેવા દો.
- હવે તમે બારીક સ્ટ્રેનરનો ઉપયોગ કરીને તેને ગાળી લો.
- તૈયાર ટોનરને ઓરડાના તાપમાને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
- હવે તમે તેમાં વિચ હેઝલને પણ મિક્સ કરી શકો છો.
- તૈયાર ટોનરને એક સ્વચ્છ કાચની બોટલ અથવા જારમાં ભરી દો.
- તેની શેલ્ફ લાઇફ વધારવા માટે તેને કોઈ ઠંડી, અંધારાવાળી જગ્યાએ અથવા રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.
ફાયદા
- રોઝમેરી અને મિન્ટ બંનેના જ એસ્ટ્રિજન્ટ ગુણોને કારણે તે સ્કિનને વધુ સારી રીતે ક્લીનિંગમાં મદદરૂપ છે. ચહેરાને સાફ કર્યા પછી આ ટોનરનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા પરની ગંદકી, ઓઈલ અથવા મેકઅપ સરળતાથી દૂર થઈ જાય છે.
- આ ફેસ ટોનર તમારા સીબમ ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેના કારણે તમારા બ્રેકઆઉટ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. રોઝમેરી અને મિન્ટ ફેસ ટોનર તમારી સ્કિનને હાઇડ્રેશન પણ પ્રદાન કરે છે. ટોનરમાં નેચરલ હ્યુમેક્ટન્ટ હોય છે જે સ્કિનને હાઇડ્રેટ રાખે છે.
- રોઝમેરી અને ફુદીના બંનેના એન્ટીઓક્સીડેન્ટ ગુણ સ્કિનને વધુ હેલ્ધી અને યુવાન બનાવે છે. આ ટોનરથી તમારી સ્કિનને વધુ તાજગીનો અનુભવ થાય છે.