Beauty Tips: આઇસ વોટર ફેશિયલનો ક્રેઝ લોકોમાં વધતો જાય છે. આઇસ વોટર ફેશિયલ સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે. બરફ તમારા ચહેરાની રંગત નિખારે છે અને સાથે સનબર્ન દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે ખીલમાંથી છૂટકારો અપાવે છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો આજકાલ લોકો મોંઘા ફેશિયલ કરાવીને સ્કિનને ચમકાવતા હોય છે. પરંતુ તમે આઇસ ફેશિયલથી સ્કિનને મસ્ત કરી શકો છો. આ રીતથી ડાઘા ધબ્બા દૂર થઇ જશે અને સ્કિન મસ્ત થશે. તો જાણો આઇસ વોટર ફેશિયલના ફાયદાઓ.
સ્કિનની દરેક સમસ્યાઓને દૂર કરે છે આઇસ વોટર ફેશિયલ
ડાર્ક સર્કલ દૂર થાય
આઇસ વોટર ફેશિયલ તમારા ચહેરાને અંદરથી ક્લિન કરવાનું કામ કરે છે. આ સાથે ડાર્ક સર્કલમાંથી છૂટકારો અપાવે છે. આમ, તમને ડાર્ક સર્કલની સમસ્યા વધારે છે તો તમે આઇસ વોટર ફેશિયલ કરી શકો છો.
સ્કિન ટાઇટ થાય છે
તમે ઇન્સ્ટન્ટ સ્કિનને ટાઇટ કરવા ઇચ્છો છો તો આ ફેશિયલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ફેશિયલ કરવાથી સ્કિનમાં ખેંચાણ આવે ચે જેના કારણે ગંદકી નિકળી જાય છે અને સ્કિન ટાઇટ થાય છે.
મેક અપ લાંબો સમય સુધી ટકી રહે છે
તમે મેક અપને લાંબા સમય સુધી ટકાવી રાખવા ઇચ્છો છો તો ફાઉન્ડેશન લગાવ્યા પહેલાં ચહેરા પર બરફથી મસાજ કરો. આ માટે ચહેરાને પાણીથી ધોઇ લો અને પછી કોટનના કપડામાં આઇસ ક્યૂબ લપેટીને ચહેરા પર મસાજ કરો. આ એક બેસ્ટ ઓપ્શન છે.
આ રીતે આઇસ ફેશિયલ કરો
આઇસ વોટર ફેશિયલ માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઠંડુ પાણી લો. ત્યારબાદ બરફના 5 થી 6 બરફના ટુકડા લઇ લો. હવે આ પાણીમાં ચહેરો ડીપ કરો. 30 સેકન્ડ પછી ચહેરાને પાણીમાંથી કાઢી લો. થોડી વાર પછી બીજી વાર ચહેરાને પાણીમાં ડુબાડો. તો આઇસ ફેશિયલ થઇ ગયુ.
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
ક્યારેય પણ આઇસ ક્યૂબથી ડાયરેક્ટ મસાજ કરશો નહીં. આમ કરવાથી કોશિકાઓને નુકસાન પહોંચે છે. આ માટે હંમેશા કોટનના કપડામાં લપેટીને ચહેરા પર મસાજ કરો. ડાયરેક્ટ બરફથી સ્કિન રેડનેસ થઇ શકે છે.